લૉકડાઉન દરમ્યાન SIAમાં રહેવાથી ઑલિમ્પિકની તૈયારી ચાલતી રહી: મનપ્રીત

02 July, 2020 01:07 PM IST  |  New Delhi | Agencies

લૉકડાઉન દરમ્યાન SIAમાં રહેવાથી ઑલિમ્પિકની તૈયારી ચાલતી રહી: મનપ્રીત

મનપ્રીત સિંહ

પુરુષ હૉકી ટીમના પ્લેયર મનપ્રીત સિંહનું કહેવું છે કે લૉકડાઉન દરમ્યાન એસએઆઇમાં રહેવાથી ઑલિમ્પિકની તૈયારી ચાલતી રહી હતી. આ વિશે મનપ્રીતે કહ્યું કે ‘ટીમ ઇન્ડિયાને લીડ કરવાનો અનુભવ સારો હતો. ટીમના કૅપ્ટન બનીને કામ કરવાનો મને ગર્વ છે. સિનિયર પ્લેયર મારી સાથે હોવાથી મને જરાપણ પ્રેશર લાગતું નહોતું. તેઓ મને સતત મદદ કરતા હતા. અમે એક વ્યક્તિ તરીકે નહીં, પણ એક ટીમ તરીકે રમતા હતા અને દરેક પ્લેયર પોતાની ક્ષમતા મુજબ પોતાનું યોગદાન આપતો હતો. અમે નસીબદાર હતા કે લૉકડાઉન દરમિયાન અમે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બૅન્ગલોર કૅમ્પસમાં રહ્યા હતા. ત્યાં રહીને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા અમે ઇંગ્લિશ ક્લાસીસથી માંડીને અનેક ઍક્ટિવિટીઓ કરી હતી. આ ઍક્ટિવિટીઓના કારણે અમે લૉકડાઉન દરમિયાન ઍક્ટિવ રહી શક્યા હતા. કશે પણ બહાર જવાની પરવાનગી ન હોવાથી મેં મારી રૂમમાં રહીને જ શક્ય એટલી મહત્ત્વની કસરતો કરી હતી, જેથી કરીને હું ફિટ રહી શકું. અમે બૉડી વેઇટ ટ્રેઇનિંગ કરતા હોઈએ છીએ અને કૅમ્પસમાં ચારથી પાંચ કિલોમીટરનો રાઉન્ડ મારતા હોઈએ છીએ. એક લાંબા સમય પછી પોતાની સ્પોર્ટ્સ ઍક્ટિવિટી પુનઃ શરૂ કરવાથી સારું લાગી રહ્યું છે. તેમ છતાં, નક્કી કર્યું છે કે અમે ધીમે-ધીમે આગળ વધીશું અને બૉડી પર વધારે પ્રેશર ન આપી રૂટિન લાઇફ પર પાછા ફરીશું. અમારા કોચ અને સપોર્ટ સ્ટાફ અમારા પર્ફોર્મન્સને સતત તપાસી રહ્યા છે. ઑલિમ્પિક મોકૂફ થયાના સમાચાર જ્યારે પહેલી વાર સાંભળ્યા ત્યારે દુઃખ થયું હતું, પણ હવે અમે અને આખા વિશ્વએ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે.’

hockey sports news