News In Shorts: કૉમનવેલ્થ મશાલની અમદાવાદની સફર રદ

13 January, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ૨૮ જુલાઈએ ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સની મશાલ ભારત આવી પહોંચી છે અને ટોક્યો ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ કુસ્તીબાજ રવિ દહિયાના હસ્તે મશાલની ભારતમાં સફર ગઈ કાલે દિલ્હીથી શરૂ થઈ હતી.

ટોક્યો ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ કુસ્તીબાજ રવિ દહિયાના હસ્તે મશાલની ભારતમાં સફર ગઈ કાલે દિલ્હીથી શરૂ થઈ હતી

કૉમનવેલ્થ મશાલની અમદાવાદની સફર રદ

આગામી ૨૮ જુલાઈએ ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સની મશાલ ભારત આવી પહોંચી છે અને ટોક્યો ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ કુસ્તીબાજ રવિ દહિયાના હસ્તે મશાલની ભારતમાં સફર ગઈ કાલે દિલ્હીથી શરૂ થઈ હતી. રાણી એલિઝાબેથનો સંદેશ ધરાવતી આ મશાલ આજે અમદાવાદ પહોંચાડવાની હતી, પરંતુ કોવિડની મહામારીને લીધે એ કાર્યક્રમ રદ થયો છે અને હવે મશાલને બૅન્ગલોર તથા ભુવનેશ્વર પહોંચાડવામાં આવશે.

રમીઝ રાજાનો પ્રસ્તાવ ભારતને મંજૂર નહીં હોય

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન રમીઝ રાજાએ કહ્યું કે ભારત તેમ જ પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સહિત કુલ દેશો વચ્ચે દર વર્ષે ટી૨૦ ટુર્નામેન્ટ રાખવા વિશેનો પ્રસ્તાવ તેઓ આઇસીસી સમક્ષ રજૂ કરશે. દરખાસ્ત મુજબ સ્પર્ધામાંથી થતી આવકને આઇસીસીનાં તમામ મેમ્બર-રાષ્ટ્રોમાં વહેંચી નાખવામાં આવે. જોકે ભારત રમીઝના આ પ્રસ્તાવ સાથે કદાચ સંમત નહીં થાય. આઇપીએલ અને ઇન્ટરનૅશનલ સિરીઝ રમાતી હોવાને કારણે ભારત પાસે નવી કોઈ સ્પર્ધા દર વર્ષે રમવાનો સમય જ નથી. બીજું, ભારતે એક દાયકાથી ત્રણ દેશો અને ચાર દેશો વચ્ચેની ટુર્નામેન્ટ રમવાનું બંધ કરી દીધું છે.

ઑસ્ટ્રેલિયામાં શ્રેણીવિજય ગ્રેટેસ્ટ ઃ સુનીલ ગાવસકર

ગયા વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયામાં ભારતે શ્રેણીમાં વિરાટ કોહલીના સુકાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ૩૬ રનના લોએસ્ટ સ્કોર પર આઉટ થયા બાદ એ શ્રેણી અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં ૨-૧થી જે રીતે જીતી લીધી હતી એને ધ્યાનમાં રાખીને સુનીલ ગાવસકરે એ સિરીઝ-વિજયને ગ્રેટેસ્ટ જીતમાં ગણાવતાં કહ્યું છે કે ભારતના ક્રિકેટ ઇતિહાસમાં એ વિજય સુવર્ણ અક્ષરે લખાયો છે. ત્યારે સિડનીની ત્રીજી ટેસ્ટ હનુમા વિહારી અને રવિચન્દ્રન અશ્વિને ડ્રૉ કરાવી ત્યાર બાદ ભારતે ચોથી ટેસ્ટ વૉશિંગ્ટન સુંદર તથા શાર્દુલ ઠાકુરના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ, સિરાજની પાંચ વિકેટ તેમ જ શુભમન ગિલ અને રિષભ પંતની બૅટિંગના પાવરથી જીતીને શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી.

sports news