Commonwealth Games: ઑલિમ્પિક મેડલિસ્ટ બૉક્સર લવલીનાએ મૂક્યો આ મોટો આરોપ

25 July, 2022 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લવલીનાએ કહ્યું કે તેના કોચ સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જેને કારણે કે ખૂબ જ પરેશાન છે. કૉમનવેલ્થ ગેમ્સમાં તેની મેચના આઠ દિવસ પહેલા તેની ટ્રેનિંગ અટકી ગઈ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ઑલિમ્પિક પદક વિજેતા મહિલા બૉક્સર લવલીના બોરગોહેન હાલ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે બર્મિંઘમમાં છે. રમતમાં તેની મેચમાં હજી આઠ દિવસ બાકી છે. જો કે, આઠ દિવસ પહેલા લવલીનાએ મેનેજમેન્ટ પર મોટા પ્રશ્નો ઊભા કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માનસિક સતામણીનો આરોપ મૂક્યો છે. લવલીનાએ કહ્યું કે તેના કોચ સાથે ખરાબ વર્ત કરવામાં આવી રહ્યું છે, જેને કારણે કે ખૂબ જ પરેશાન છે. કૉમનવેલ્થ ગેમ્સમાં તેની મેચના આઠ દિવસ પહેલા તેની ટ્રેનિંગ અટકી ગઈ છે.

લવલીનાએ ટ્વિટર પર લખ્યું, આજે હું દુઃખ સાથે જણાવું છે કે મારી સાથે સતામણી થઈ રહી છે. દર વખતે મારા કોચ, જેમણે મને ઑલિમ્પિકમાં પદક લાવવામાં મદદ કરી, તેમને વારંવાર ખસેડીને મારી ટ્રેનિંગ અને મારા કૉમ્પિટિશનમાં દખલ દેવામાં આવીને મારી સતામણી કરવામાં આવી રહી છે આમાંથી મારી એક કોચ સંધ્યા ગુરંગ દ્રોણાચાર્ય એવૉર્ડથી સન્માનિત પણ છે. મારા બન્ને કોચને કેમ્પમાં પણ ટ્રેનિંગ માટે હજાર વાર હાથ જોડ્યા પછી ખૂબ જ મોડેથી સામેલ કરવામાં આવે છે.

લવલીનાએ લખ્યું - મને આથી ટ્રેનિંગમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પજે છે અને માનસિક સતામણી થાય છે. હજી મારા કોચ સંધ્યા ગુરંગ કૉમનવેલ્થ વિલેજ (રમત જગત)ની બહાર છે અને તેમને એન્ટ્રી મળતી નથી અને મારી ટ્રેનિંગ મારી મેચના આઠ દિવસ પહેલા અટકી ગઈ છે. મારા બીજા કોચને પણ પાછા મોકલી દેવામાં આવ્યા છે. મારી આટલી વિનંતી પછી પણ આ થયું, આથી મને ખૂબજ માનસિક સતામણી અનુભવાય છે. મને સમજાતું નથી કે હું મારી રમત પર કેવી રીતે ફોકસ કરું.

લવલીનાએ લખ્યું -  આ કારણે મારી છેલ્લી વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ ખરાબ થઈ હતી. આ રાજકારણને કારમે હું કૉમનવેલ્થ ગેમમાં મારા પ્રદર્શનને ખરાબ કરવા નથી માગતી. આશા રાખું છું કે મારા દેશ માટે આ રાજકારણને તોડીને પદક લાવી શકું. જય હિંદ.

લવલીનાએ ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત માટે કાંસ્ય પદક મેળવ્યું હતું. તેણે ઑલિમ્પિક્સમાં 69 કિલો વજનની શ્રેણીમાં ચીની તાઈપેની પૂર્વ વિશ્વ ચેમ્પિયન નિએન ચિન ચેનને 4-1થી હરાવીને ઑલ્મિપિક્સમાં પોતાનું પદક સુનિશ્ચિત કર્યું હતું.

લવલીનાએ નથી લીધું કોઈનું નામ
લવલીનાએ આ આરોપ કોના પર મૂક્યા છે, તેની સ્પષ્ટતા હજી થઈ નથી. જો કે, એ સ્પષ્ટ છે કે કૉમનવેલ્થ ગેમ્સમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, બૉક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા એટલે કે બીએફઆઇએ ખેલાડીઓ અને સ્ટાફની જે પહેલાથી લિસ્ટ મોકલ્યું હતું, તેમાં સંધ્યા ગુરંગનું નામ નહોતું.

ત્યાર બાદ બીએફઆઇએ એક અપડેટેલ લિસ્ટ મોકલ્યું, આમાં પણ સંધ્યાનું નામ નહોતું. ત્યાર બાદ લવલીનાની માગ પર સંધ્યાનું નામ ભારતીય રમત પ્રાધિકરણને મોકલવામાં આવ્યું. એવામાં સાઈએ સંધ્યાને મોકલવા માટે હામી ભરી. હવે જ્યારે સંધ્યા બર્મિંઘમ પહોંચી તો તેને તે ગામમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી.

sports news sports commonwealth games 2014 boxing tokyo olympics 2020