ચાઇનીઝ ફુટબોલર કોરોના પૉઝિટિવ

22 March, 2020 02:13 PM IST  |  Mumbai Desk | Agencies

ચાઇનીઝ ફુટબોલર કોરોના પૉઝિટિવ

ચાઇનીઝ ઇન્ટરનૅશનલ ફુટબોલર વુ લૈનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ તેને સ્પેનમાં પોતાના ઘરે આઇસોલેટ કરવામાં આવ્યો છે. યુરોપની પાંચ મોટી ફુટબૉલ લીગમાં રમનારો વુ લૈ એકમાત્ર ચાઇનીઝ પ્લેયર છે જે લા લીગા ઇસ્પન્યોલ માટે રમે છે. વિશ્વના કોરોનાગ્રસ્ત પ્લેયરોમાં તે પહેલો ચાઇનીઝ પ્લેયર બન્યો છે, જેનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે પછીથી વુએ પણ પોતે સ્પેનમાં પોતાના ઘરે આઇસોલેટ થયો હોવાની વાત જાહેર કરી છે.

china football coronavirus covid19