22 July, 2026 11:15 AM IST | Changzhou | Gujarati Mid-day Correspondent
દેવિકા સિહાગ, એચ. એસ. પ્રણોય
ચીનમાં શરૂ થયેલી ચાઇના ઓપન 2026 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં મંગળવારે ભારતીય શટલર્સ માટે નિરાશાજનક શરૂઆત થઈ હતી. મેન્સ સિંગલ્સમાં એચ. એસ. પ્રણોય અને વિમેન્સ સિંગલ્સમાં દેવિકા સિહાગ પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગયાં.
વિશ્વનો ૩૬મા ક્રમાંકિત એચ. એસ. પ્રણોય મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મલેશિયન પ્લેયર સામે ૧૦-૨૧, ૧૪-૨૧થી હાર્યો હતો. તે આ સીઝનમાં ૮ ટુર્નામેન્ટમાંથી કોઈ પણમાં બીજા રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યો છે. દેવિકા સિહાગ સામે થાઇલૅન્ડની હરીફે ૨૧-૧૯, ૧૯-૨૧, ૨૧-૧૩થી જીત નોંધાવી હતી.
બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા પી.વી. સિંધુ આજે પોતાની પહેલા રાઉન્ડની મૅચ ભારતની ઉન્નતિ હૂડા સામે રમશે. આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન પણ વિદેશી હરીફો સામે આજે પહેલા રાઉન્ડની મૅચ રમશે. એ સિવાય ભારતની મેન્સ ડબલ્સની એક જોડી અને મિક્સડ ડબલ્સની બે જોડી પહેલા રાઉન્ડની મૅચમાં રમશે.