વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતને નેહવાલ-સિન્ધુ પાસેથી મેડલની આશા

19 August, 2019 08:25 PM IST  |  Mumbai

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતને નેહવાલ-સિન્ધુ પાસેથી મેડલની આશા

પીવી સિન્ધુ અને સાઇના નેહવાલ

Mumbai : આજથી BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત થઇ છે. આ ટુર્નામેન્ટ સ્વિઝરલેન્ડના બાસેલ શહેરમાં રમાશે. મહત્વનું એ છે કે આ ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પીવી સિન્ધુ ભાગ લઇ રહી છે. ભારતને આ ટુર્નામેન્ટમાં મેડલની આશા આ બંને દિગ્ગજ ખેલાડીઓ પાસેથી રહેલી છે. એવું મનાય છે કે તેઓ સેમિફાઇનલમાં ટકરાઈ શકે છે. આ સ્પર્ધા ૧૯થી ૨૫ ઓગસ્ટ દરમિયાન સ્વિટઝરલેન્ડના બાસેલના સેંટ જેકબશેલમાં યોજાશે. જોકે આ ટુર્નામેન્ટમાં ભારતના પુરૂષ સ્ટાર ખેલાડીઓમાં પ્રણોય, કિદાંબી શ્રીકાંત અને સાઈ પ્રણીત પણ ભાગ લઇ રહ્યા છે. ટુર્નામેન્ટમાં આ પુરૂષ ખેલાડીઓ પાસેથી પણ ભારતને મેડલની આશા છે.


પીવી સિન્ધુએ આ ટુર્નામેન્ટમાં 2017-18માં સિલ્વર મેડલ જીત્યો હતો
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધની આ ટુર્નામેન્ટના રેકોર્ડની વાત કરીએ તો તેણે વર્ષ 2013 અને 2014 માં કાંસ્ય અને 2017 અને 2018 માં સિલ્વર મેડલ જીત્યા હતા. સાયના નેહવાલ 2015 માં સિલ્વર અને 2017 માં કાંસ્ય મેડલ જીતી ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલની તમામ અડચણો પાર કરીને ભારતીય ખેલાડીઓ સેમી ફાઇનલ સુધીની સફર આસાનીથી મારી લેશે એવું લાગે છે. જોકે સેમી ફાઇનલ પહેલાં સિંધૂને વર્લ્ડની બે ક્રમાંકની ચીની તાઇપેની ખેલાડી તાઈ જૂ યિંગનો મુકાબલો કરવાનો રહેશે. સિંધૂને એ વાતે રાહત રહેશે કે આ ટૂર્નામેન્ટમાં તેની કટ્ટર હરીફ કેરોલિના મારિન ઈજાના કારણે રમી રહી નથી.


આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

પીવી સિન્ધુ અને સાઇના નહેવાલને પહેલા રાઉન્ડમાં બાય મળ્યું છે
બન્ને ભારતીય ખેલાડીઓને પહેલા દોરમાં બાય મળ્યું છે. બીજા રાઉન્ડમાં સિંધૂનો મુકાબલો ચીની તાઈપેની પાઈ યૂ પો અથવા બુલ્ગારિયાની લિંડા જેચિરી વચ્ચેના વિજેતા સામે થવાનો છે. ત્રીજા રાઉન્ડમાં સિંધૂનો મુકાબલો નવમા ક્રમાંકિત અમેરિકાની બેઈવેઈ ઝાંગ સામે થઈ શકે છે. સ્વિટઝરલેન્ડની સબરિના જાકેટ અને હોલેન્ડની સોરાયા ડિ વિશ્ચ ઈજબર્ગન વચ્ચે થનારા મુકાબલાની વિજેતાનો મુકાબલો બીજા દોરમાં સાયના નેહવાલ સામે થશે. ત્રીજા દોરમાં સાયનાનો મુકાબલો 12 માં ક્રમાંકિત ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે થશે.

sports news badminton news pv sindhu saina nehwal