51 કિલો સ્પર્ધામાં મેરીકોમે જીત્યો ગોલ્ડ મેડલ, 5-0થી મેળવી જીત

28 July, 2019 08:45 PM IST  | 

51 કિલો સ્પર્ધામાં મેરીકોમે જીત્યો ગોલ્ડ મેડલ, 5-0થી મેળવી જીત

ગોલ્ડ મેડલ જીત્યા પછી મેરી કોમ

ભારતની સુપરસ્ટાર બોક્સર મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીત્યો છે. રવિવારે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. અત્યાર સુધીમાં 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ વર્ષમાં મે મહિનામાં ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પણ ગોલ્ડમેડલ જીત્યો હતો અને હવે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જો કે તેમણે એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ન હતો. તેમને પ્રેસિડેન્ટ કપમાં ઓલમ્પિકની તૈયારીઓ માટે ભાગ લીધો હતો અને ગોલ્ડ પોતાના નામે કર્યો છે.

વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રશિયામાં યોજાશે. મેરીકોમે 2012 લંડન ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેરીકોમની નજર 2020 ટોકિયો ઓલમ્પિકમાં ક્વોલિફાઈ કરવા પર રહેશે. એશિયન ગેમ્સમાં તેમના નામે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે. કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમણે એક ગોલ્ડમેડલ જીત્યો છે.

મેરી કોમે ગોલ્જડ મેડલ જીત્યા પછી ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે, આ મેડલ મારા અને દેશ માટે. પ્રેસિડેન્ટ્સ કપમાં જીતેલો આ ગોલ્ડ મેડલ દેશને સમર્પિત કરું છું. જીતતા રહેવાનો અર્થ એ છે કે તમે આગળ વધી રહ્યાં છો અને તમે જીત માટે પૂરતી મહેનત કરી રહ્યાં છે. તમારી મહેનત અન્ય લોકો કરતા વધારે સારી છે જેના કારણે તમને જીત મળી છે. આ ગોલ્ડ મેડલ માટે હું તમામ કોચ, સપોર્ટિંગ સ્ટાફ, કિરણ રજ્જૂ અને સાઈનો આભાર માનું છું.

mary kom