બુન્ડસલીગા પ્લેયર્સના વોટ મુજબ મેસી વર્લ્ડ બેસ્ટ ફુટબોલર

21 July, 2020 11:52 AM IST  |  Munich | Agencies

બુન્ડસલીગા પ્લેયર્સના વોટ મુજબ મેસી વર્લ્ડ બેસ્ટ ફુટબોલર

લિયોનેલ મેસી

બુન્ડસલીગા પ્લેયર્સ મુજબ બાર્સેલોનાનો લિયોનેલ મેસી વર્લ્ડનો નંબર-વન પ્લેયર છે. જર્મન અને વર્લ્ડ ફુટબૉલ વિશેના ઘણા અવૉર્ડ્સ માટે બુન્ડસલીગાના પ્લેયર્સ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું. આ વોટિંગ મુજબ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ મેસીએ પાછળ છોડી દીધો છે. વર્લ્ડ્સ બેસ્ટ પ્લેયરની કૅટેગરીમાં મેસીને ૫૪.૮ ટકા વોટ મળ્યા છે. ત્યાર બાદ યુવેન્ટ્સને રોનાલ્ડો, બેયરિન મ્યુનિચનો રૉબર્ટ લેવાન્ડોસ્કી, લિવરપુલનો વર્જિલ વેન ડિક અને પૅરિસ સેન્ટ જર્મેનિયાનો કયાલિયાન બપ્પેનું નામ આવ્યું છે. બેસ્ટ મૅનેજરની કૅટેગરીમાં બોરોસિયા ડોર્ટમન્ડના ભૂતપૂર્વ મૅનેજર જર્ગન લોપ ૭૪.૮ ટકા વોટ સાથે પ્રથમ છે.

lionel messi football sports news