08 August, 2025 07:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
૯ વર્ષની વેદિકા ભણસાલી
બૅન્ગલોરની ૯ વર્ષની વેદિકા ભણસાલીએ અમેરિકાના પાઇનહર્સ્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત યુનાઇટેડ સ્ટેટ્સ (US) કિડ્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ ગૉલ્ફમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
વૈશ્વિક પ્રતિભાઓથી ભરેલા મેદાનમાં વેદિકા એક અનુભવી પ્રોફેશનલ ખેલાડીની જેમ રમી હતી. ૩ દિવસમાં ૧૦-અન્ડર પાર સ્કોર કરીને વેદિકા જપાન અને અમેરિકાના ટોચના ખેલાડીઓથી આગળ રહી હતી. તેણે જપાનની એમી મિનામીને એક શૉટથી અને અમેરિકન ઓડ્રે ઝાંગને બે શૉટથી હરાવી હતી.
આ ચૅમ્પિયનશિપમાં ગયા વર્ષે પણ વેદિકાએ ભાગ લીધો હતો અને તે ચોથા સ્થાને રહી હતી, પણ આ વખતે તેણે ટાઇટલ જીતી લીધું હતું.