સાત્વિક અને ચિરાગ એશિયાના નવા બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયન્સ

01 May, 2023 10:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૯૬૫માં દિનેશ ખન્ના આ સ્પર્ધાની સિંગલ્સમાં ચૅમ્પિયન બન્યા હતા.

સાત્વિકસાઇરાજ (જમણે) અને ચિરાગ શેટ્ટી. તસવીર પી. ટી. આઇ.

ભારતના સ્ટાર બૅડ્‍‍મિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગઈ કાલે દુબઈમાં એશિયા બૅડ્‍‍મિન્ટન ચૅમ્પિયનશિપ જીતી લઈને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેમણે ફાઇનલમાં મલેશિયાના ઑન્ગ યેવ સિન અને ટીઓ એઇ યિને ૧૬-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવી દીધા હતા. 

આ સ્પર્ધામાં કોઈ ભારતીયએ ગોલ્ડ મેડલ જીત્યો હોય એવું ૫૮ વર્ષ પછી પહેલી વાર બન્યું છે. ૧૯૬૫માં દિનેશ ખન્ના આ સ્પર્ધાની સિંગલ્સમાં ચૅમ્પિયન બન્યા હતા. જોકે ડબલ્સમાં ભારતનું આ પહેલું જ ટાઇટલ છે. ડબલ્સમાં આ પહેલાં ભારતીયોમાં સૌથી સારો પર્ફોર્મન્સ દિપુ ઘોષ અને રમણ ઘોષનો હતો જેઓ ૧૯૭૧માં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. સાત્વિક-ચિરાગ તાજેતરમાં સ્વિસ ઓપનનું ટાઇટલ પણ જીત્યા હતા.

sports news sports badminton news