પી. વી. સિન્ધુ પહોંચી સ્વિસ ઓપનની ફાઇનલમાં : આજે મૅરિન સાથે મુકાબલો

07 March, 2021 11:30 AM IST  | 

પી. વી. સિન્ધુ પહોંચી સ્વિસ ઓપનની ફાઇનલમાં : આજે મૅરિન સાથે મુકાબલો

પી. વી. સિન્ધુ

સ્વિસ ઓપન સુપર-૩૦૦ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ગઈ કાલે ભારતની પી.વી. સિન્ધુએ સેમી ફાઇનલ મુકાબલામાં ડેનમાર્કની મિઆ બ્લિશફ્લેટને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિન્ધુએ મિઆ સામે ૪૩ મિનિટ ચાલેલી મૅચમાં ૨૨-૨૦, ૨૧-૧૦થી મહાત આપી હતી. આજે ફાઇનલ મુકાબલામાં તેનો સામનો ઑલિમ્પિક ચૅમ્પિયન કૅરોલિના મૅરિન સાથે થશે.

સામાપક્ષે પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત ડેનમાર્કના વિક્ટર એક્સલસેન સામે ૧૩-૨૧, ૧૯-૨૧થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

pv sindhu badminton news sports news