ઑસ્ટ્રેલિયન ઓપન: વુમન્સ સિંગલ્સની વિનર બની સોફિયા કેનીન

02 February, 2020 12:36 PM IST  |  Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપન: વુમન્સ સિંગલ્સની વિનર બની સોફિયા કેનીન

સોફિયા કેની

ઑસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ વર્ગમાં અમેરિકાની સોફિયા કેનીને પોતાનો પહેલો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. ફાઇનલ મૅચમાં તેણે સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાને ૪-૬, ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો. પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરતાં સોફિયાએ કહ્યું હતું કે ‘હું મારી ખુશી શબ્દોમાં નથી વર્ણવી શકતી. મારે માત્ર એટલું જ કહેવું છે કે મારું સપનું આખરે પૂરું થયું છે. ’

વુમન્સ ડબલ્સમાં ક્રિસ્ટીના મ્લાડેનોવિચ અને ટીમિયા બબોસની જોડીએ હૈસીઆ-હુ-વેઇ અને બાર્બોરા સ્ટ્રેકોવાને ૬-૨, ૬-૧થી પરાજય આપ્યો હતો. મિક્સ ડબલ્સમાં જેમી મરે અને બેથેની મેટ્ટેક-સેન્ડ્સની જોડીને નિકોલા મેક્ટી અને બાર્બોરા ક્રેજીકોવાની જોડીએ ૭-૫, ૪-૬, ૧-૧૦ મહાત આપી હતી.

પુરુષ સિંગ્લ્સ અને પુરુષ ડબલ્સનો મુકાબલો આજે યોજાવાનો છે. મેન્સ સિંગલ્સમાં ડોમનિક થીએમ અને નોવાક જૉકોવીચ વચ્ચે ઑસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ માટે ફાઇનલ મુકાબલો રમાશે. મેન્સ ડબલ્સમાં જો સાલેસબરી અને રાજીવ રામ સામે લુક સવિલી અને મેક્સ પુરસેલ ટક્કર લેશે.

tennis news sports news garbine muguruza australian open