ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચાર કલાકની કોશિશ બાદ બહાર થયો રાફેલ નડાલ

30 January, 2020 11:53 AM IST  |  Melbourne

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચાર કલાકની કોશિશ બાદ બહાર થયો રાફેલ નડાલ

રાફેલ નડાલ

ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં રાફેલ નડાલ અને ડોમનિનીક થીએમ વચ્ચે અદ્ભુત મૅચ થઈ હતી. ચાર કલાક ચાલેલી આ મૅચમાં જોરદાર કોશિશ બાદ પણ નડાલ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. ઑસ્ટ્રિયાના ડોમિનિક થીએમે ૭-૬ (૩), ૭-૬ (૪), ૪-૬, ૭-૬ (૮-૬)થી નડાલને મહાત આપીને અપસેટ સરજ્યો હતો. આ મૅચ દ્વારા તેણે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમી ફાઇનલમાં હવે મુકાબલો જર્મન પ્લેયર ઍલેક્ઝાન્ડર ઝેરેવ સામે થશે. આ પહેલાં થીએમ નડાલ સામે પાંચ વખત ઑસ્ટ્રેલિયન ઓપનમાં હાર્યો હતો. કાંટે કી ટક્કરવાળી આ મૅચ ચાર કલાક દસ મિનિટ સુધી રમાઈ હતી.

આઇકાર્ડ ન હોવાથી નડાલને નો-એન્ટ્રી

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે હારી ગયેલા રાફેલ નડાલને મૅચની પ્રૅક્ટિસ દરમ્યાન સિક્યૉરિટી દ્વારા અટકાવવામાં આવ્યો હતો. ૧૯ વાર ગ્રૅન્ડ સ્લૅમ વિનર રહેલો અને દુનિયાનો નંબર-વન ટેનિસ પ્લેયર નડાલ બહાર પ્રૅક્ટિસ કરી રહ્યો હતો અને તેને સેન્ટરની અંદર એન્ટ્રી દરમ્યાન તેનો આઇકાર્ડ બતાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે અન્ય ઑફિશ્યલ દ્વારા વચ્ચે પડી તેને એન્ટ્રી મળી હતી અને ટીમ દ્વારા પણ આઇકાર્ડ દેખાડવામાં આવ્યું હતું.

rafael nadal tennis news sports news