નોવાક જૉકોવિચ જીત્યો, વૉવરિન્કા-વિનસ આઉટ

11 February, 2021 11:14 AM IST  |  Melbourne

નોવાક જૉકોવિચ જીત્યો, વૉવરિન્કા-વિનસ આઉટ

નોવાક જૉકોવિચ

ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગઈ કાલે વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે બીજા રાઉન્ડમાં સાડાત્રણ કલાકના સંઘર્ષ બાદ ચાર સેટની ટક્કરમાં ફ્રાન્સિસ ટાયફો સામે ૬-૩, ૬-૭, ૭-૬ અને ૬-૩થી જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પાંચ સેટના સંઘર્ષમાં યાદગાર જીત મેળવનાર સ્ટૅન વૉવરિન્કા આ વખતે એવી કમાલ નહોતો કરી શક્યો અને બીજા રાઉન્ડમાં માર્ટોન ફુક્સોવિક્સ સામે ૫-૭, ૧-૬, ૬-૪, ૬-૨ અને ૬-૭થી હારીને બહાર થઈ ગયો હતો. જ્યારે મહિલાઓમાં ઇન્જર્ડ વિનસ વિલિયમ્સ સારા ઈરાની સામે ૧-૬, ૦-૬થી હારીને બીજા જ રાઉન્ડમાં આઉટ થઈ ગઈ હતી.

ભારત માટે બીજા દિવસે પણ નિરાશા હાથ લાગી હતી. સુમિત નાગલ બાદ રોહન બોપન્ના પણ પહેલા રાઉન્ડમાં આઉટ થઈ ગયો હતો. મેન્સ ડબલ્સમાં બોપન્ના અને તેનો જપાની પાર્ટનર બેન મૅકલાકલન વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કરનાર કૉરિયન જોડી સામે ૪-૬, ૬-૭થી હારીને બહાર થઈ ગયા હતા. ભારત માટે મેન્સ ડબલ્સમાં દિવિજ શરન અને પ્રથમ વાર ગ્રૅન્ડ સ્લૅમમાં પ્રવેશ મેળવનાર અંકિતા રૈના (વિમેન્સ ડબલ્સ) જ બાકી રહ્યાં છે.

novak djokovic tennis news sports news