✕

ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની ધાતુમાંથી બન્યા છે જપાનમાં આયોજિત એશિયન ગેમ્સના મેડલ્સ

28 September, 2026 09:19 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે જપાને નાનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાંથી મેળવેલી ધાતુઓનો ઉપયોગ કરીને મેડલ તૈયાર કર્યા છે. મેડલની ડિઝાઇન તૂટેલી સિરૅમિક વસ્તુઓથી પ્રેરિત છે, જ્યારે રિબન પર આઇચીના ફૂલની પૅટર્ન છે.

એશિયન ગેમ્સ મેડલ

એશિયન ગેમ્સ 2026 માટે યજમાન જપાને મેડલ બનાવવા માટે સ્પેશ્યલ પ્લાન બનાવ્યો હતો. આ મેડલ આઇચી-નાગોયા રીસાઇક્લ્ડ મેડલ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટમાં સહભાગી નગરપાલિકાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલા નાનાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાંથી મેળવેલી ધાતુઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.  
ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો બનેલો નથી. એના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે અને શુદ્ધ ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ માટે લાલ પિત્તળ વાપરવામાં આવ્યું છે. 
મેડલની ડિઝાઇનમાં ઇમૅજિન વન એશિયા સૂત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. તૂટેલી સિરૅમિક વસ્તુઓથી પ્રેરિત થઈને તૈયાર કરવામાં આવેલા આ મેડલની ડિઝાઇન ખેલાડીઓએ વેઠેલા સંઘર્ષો અને આપેલાં બલિદાનોને પ્રતિબિંબિત કરે છે.
મેડલ રિબન પર આઇચી પ્રાંતના ફૂલ ‘કાકિત્સુબાતા’ની પૅટર્ન જોવા મળે છે. મેડલ કેસ આઇચીમાં ઉગાડવામાં આવેલા જૅપનીઝ સાયપ્રસ (હિનોકી) લાકડામાંથી બનાવવામાં આવ્યું છે.

asian games japan asia sports news sports