✕

એશિયન ગેમ્સ 2026માં બૉક્સિંગના ભારતના પહેલા ત્રણ મેડલ કન્ફર્મ થયા

28 September, 2026 09:26 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતના અંકુશ પંઘાલ, નરેન્દ્ર બેરવાલ અને પરવીન હૂડાએ સેમી-ફાઇનલમાં પ્રવેશ કરીને બૉક્સિંગમાં ત્રણ મેડલ પાકા કર્યા છે. ત્રણેય બૉક્સર ૨૯ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ રમશે.

હમણાં સુધી ભારતે ચાર ગોલ્ડ, ૧૬ સિલ્વર, ૧૭ બ્રૉન્ઝ સાથે ૩૭ મેડલ જીત્યા.

એશિયન ગેમ્સ 2026માં ભારત માટે બૉક્સિંગ ટીમે પણ મેડલ-ટૅલીમાં યોગદાન આપવાની શરૂઆત કરી દીધી છે. 
સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરીને પુરુષોની ૮૦ કિલો કૅટેગરીમાં અંકુશ પંઘાલ, પુરુષોની ૯૦+ કિલો કૅટેગરીમાં નરેન્દ્ર બેરવાલ અને મહિલાઓની ૬૫ કિલો કૅટેગરીમાં પરવીન હૂડાએ ભારત માટે પહેલા ત્રણ બૉક્સિંગ મેડલ કન્ફર્મ કર્યા છે. 
ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં અંકુશ પંઘાલે તાજિકિસ્તાનના હરીફ સામે અને પરવીને ઉઝબેકિસ્તાનની હરીફ સામે ૫-૦થી જીત નોંધાવી હતી. નરેન્દ્ર બેરવાલે થાઇલૅન્ડના હરીફ સામે જોરદાર ફાઇટ આપીને માત્ર ૯૭ સેકન્ડમાં જીત નોંધાવી હતી. આવતી કાલે ૨૯ સપ્ટેમ્બરે આ બૉક્સર સેમી-ફાઇનલ રમવા ઊતરશે. 
ડોપિંગના નિયમોના ઉલ્લંઘનને કારણે ૨૦૨૨ની એશિયન ગેમ્સનો બ્રૉન્ઝ મેડલ ગુમાવનાર પરવીને હવે શાનદાર વાપસી કરી છે અને તેની પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક છે. અંકુશ પંઘાલે અગાઉ કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ગોલ્ડ જીત્યો હતો. નરેન્દ્ર બેરવાલે છેલ્લી એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 

asian games boxing india sports news sports