28 September, 2026 09:06 AM IST | Nagoya | Gujarati Mid-day Correspondent
એન્સી સોજન
એશિયન ગેમ્સની મહિલા લૉન્ગ જમ્પ સ્પર્ધામાં ભારતની એન્સી સોજન માત્ર ૦.૦૨ મીટરના તફાવતથી ગોલ્ડ મેડલ જીતવાથી વંચિત રહી ગઈ હતી. કેરલમની પચીસ વર્ષની એન્સી સોજને ૬.૫૩ મીટરનો શ્રેષ્ઠ જમ્પ નોંધાવ્યો હતો.
ચીનની હુઆંગ યિંગયિંગ ૬.૫૫ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીતી હતી. એશિયન ગેમ્સમાં એન્સીએ સતત બીજી વખત સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ તેણે ૨૦૨૨ની એશિયન ગેમ્સમાં ૬.૬૩ મીટરના જમ્પ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું.
ઉત્તર પ્રદેશની ૩૧ વર્ષની પારુલ ચૌધરીએ એશિયન ગેમ્સ 2026ની મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2022માં પારુલ ચૌધરીએ ૫૦૦૦ મીટર રેસમાં ગોલ્ડ અને ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં પારુલે ૯:૦૮:૬૭ના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો. મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ભારતીય તરીકેનો નૅશનલ રેકૉર્ડ તેના જ નામે છે. ૨૦૨૫ની એશિયન ચૅમ્પિયનશિપમાં તેણે ૯:૧૨:૪૬ના સમયમાં રેસ પૂરી કરી હતી.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય બૅડ્મિન્ટન ટીમનું નિરાશાજનક અભિયાન ગઈ કાલે સમાપ્ત થયું. મેડલ જીતવાની આશા સાથે ટુર્નામેન્ટમાં પહોંચેલી મજબૂત ભારતીય ટીમ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ખાલી હાથે પરત ફરી. છેલ્લે ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૪ની સીઝનમાં ભારતને બૅડ્મિન્ટન સિંગલ્સમાં એક પણ મેડલ મળ્યો નહોતો.
ગઈ કાલે પી.વી. સિંધુ, ઉન્નતિ હૂડા, ટ્રીસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી, તેમ જ ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડી આ તમામ ખેલાડીઓ પોતપોતાની ક્વૉર્ટર ફાઇનલ મૅચ હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયાં હતાં. આ વર્ષે ભારતીય ટીમ માટે રાહતની વાત એ હતી કે પુરુષ ટીમે બ્રૉન્ઝ મેડલ જીત્યો.
ભારતે અગાઉની એશિયન ગેમ્સ સીઝનોમાં ૧ ગોલ્ડ, બે સિલ્વર અને ૧૦ બ્રૉન્ઝ સહિત ૧૩ મેડલ જીત્યા હતા. ભારતે ૧૯૮૨માં પાંચ અને ૨૦૨૨માં ત્રણ મેડલ જીત્યા હતા જે એક સીઝનમાં ભારતીય બૅડ્મિન્ટન માટે સૌથી વધુ મેડલની સંખ્યા હતી.
એશિયન ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ સ્પર્ધામાં ભારતના સર્વેશ કુશારેએ સિલ્વર મેડલ જીતીને આ રમતમાં મેડલ જીતવા માટે દેશની ૫૬ વર્ષની રાહનો અંત આણ્યો છે. નાશિકના ૩૧ વર્ષના સર્વેશે ૨.૨૫ મીટરની ઊંચાઈ પાર કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો.
એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો છેલ્લો મેડલ ભીમ સિંહે જીત્યો હતો. તેણે ૧૯૭૦માં બૅન્ગકૉક ખાતે ૨.૦૩ મીટરની ઊંચાઈ પાર કરીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. સર્વેશ કુશારે એશિયન ગેમ્સમાં પહેલી વખત મેડલ જીત્યો છે. તે ૨૦૨૬ની કૉમનવેલ્થ ગેમ્સ અને ૨૦૨૩ની એશિયન ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે.
૩૦ સપ્ટેમ્બરે સાઉથ કોરિયા સામે ટકરાશે
એશિયન ગેમ્સ 2026માં ભારતીય હૉકી ટીમ સતત પાંચ મૅચ જીતીને સેમી-ફાઇનલમાં પહોંચી છે. સૌથી વધુ ૬૬ ગોલ કરીને ભારતીય ટીમ પૂલ Bમાં ટૉપ પર રહી હતી. ગઈ કાલે ભારતે સિંગાપોરને ૭-૦થી હરાવ્યું હતું.
૩૦ સપ્ટેમ્બરે ભારતીય મહિલા હૉકી ટીમ સેમી-ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ટકરાશે. ભારતીય પુરુષ ટીમ આજે બંગલાદેશ સામે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. એક ઑક્ટોબરની
સેમી-ફાઇનલમાં ભારત કઈ ટીમ સામે રમશે એ આજે નક્કી થશે.