માનવ અને હ​રમીતે ટીટી ટીમને પહોંચાડી પ્રી-ક્વૉર્ટરમાં

24 September, 2023 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓની મૅચમાં દિયા ચિતળે, આહિકા મુખરજી અને સુતિર્થા મુખરજીએ જીત મેળવી હતી

હરમીત દેસાઈ

તાજિકિસ્તાન અને નેપાલ સામે ​૩-૦થી વિજય મેળવીને ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ એશિયન ગેમ્સની ટેબલ ટેનિસ (ટીટી) સ્પર્ધાની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. મહિલા ટીમની રાઉન્ડ ઑફ ૧૬મા થાઇલૅન્ડ સામે ટક્કર થશે. મહિલાઓની મૅચમાં દિયા ચિતળે, આહિકા મુખરજી અને સુતિર્થા મુખરજીએ જીત મેળવી હતી. પુરુષોની મૅચમાં રાજકોટના ખેલાડી માનવ ઠક્કરે અફઝલખોન મહમૂદોવને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૮થી હરાવ્યો હતો. માનુશ શાહે ઉબેદુલો સુલ્તોનોવને ૧૩-૧૧, ૧૧-૭, ૧૧-૫થી હરાવ્યો હતો. સુરતના હરમીત દેસાઈએ ઇબ્રોખિમ ઇસ્મોઇલઝોડાને ૧૧-૧, ૧૧-૩, ૧૧-૫થી સરળતાથી પરાજિત કર્યો હતો. ભારતે જી સાથિયાન અને શરથ કમલ જેવા ખેલાડીને રમાડ્યા નહોતા, છતાં મૅચમાં દબદબો જાળવ્યો હતો.

asian games 2014 sports sports news