એશિયન ઍરગન ચેમ્પિયનશિપઃભારતે જીત્યા કુલ ૧૬ ગોલ્ડ મેડલ

24 July, 2019 03:30 PM IST  | 

એશિયન ઍરગન ચેમ્પિયનશિપઃભારતે જીત્યા કુલ ૧૬ ગોલ્ડ મેડલ

તાઇપેઇના તાઓયુઆનમાં ગઈ કાલે ૧૨મી એશિયન ઍર ગન ચૅમ્પિયનશિપના છેલ્લા દિવસે ભારતના શૂટરોએ પાંચ ગોલ્ડ મેડલ જીતીને કુલ ૨૫ મેડલ સાથે ચૅમ્પિયનશિપનું સમાપન કર્યું હતું. ભારતે કુલ ૧૬ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૪ બ્રોન્ઝ જીત્યા હતા. છેલ્લા દિવસે ભારતના યશ વર્ધન અને શ્રેયા અગરવાલ બન્નેએ ૩ ગોલ્ડ મેડલ જીત્યા હતા. યશ પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલ જુનિયર ઇવેન્ટમાં ટૉપ પર રહ્યો હતો. ત્યાર બાદ તેણે ટીમ સ્પર્ધામાં પોતાના પાર્ટનર કેવલ પ્રજાપતિ અને ઐશ્વર્ય તોમર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યશે ૨૪૯.૫નો સ્કોર મેળવ્યો હતો, જ્યારે કેવલે ૨૪૭.૩ અને ઐશ્વર્યએ ૨૨૬.૧નો સ્કોર મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ સતત ત્રીજા વર્ષે ભારતે જાળવી રાખી ટેસ્ટ ચૅમ્પિયનશિપ ગદા

આ પહેલાં યશ અને શ્રેયાએ મિક્સ ટીમ રાઇફલ જુનિયર ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. શ્રેયાએ ૧૦ મીટર ઍર રાઇફલ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. શ્રેયાએ મેહુલી ઘોષ અને કાવી ચક્રવર્તી સાથે ટીમ ગોલ્ડ પણ જીત્યો હતો. પાંચમા દિવસે ભારતના શૂટર દિવ્યાંશ સિંહે પુરુષોમાં અને ઇલાવેનિલ વાલારિવને મહિલાઓમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ બન્નેએ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીતીને ક્લીન-સ્વીપ કરી હતી. ભારતના શૂટરો પાંચ એપ્રિલથી શ્ખ્ચ્માં યોજાનારી શોટગન વલ્ર્ડ કપના બીજા સ્ટેજમાં
ભાગ લેશે.

sports news team india