ભારત માટે સ્ક્વૉશમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવા અનાહત સિંહે કૉલેજ પહેલાં એક વર્ષનો ગૅપ લીધો

29 July, 2026 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુનિયર સ્ક્વૉશ વર્લ્ડ ચૅમ્પિયન અનાહત સિંહે એશિયન ગેમ્સ 2026 અને લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028ની તૈયારી માટે કૉલેજમાં પ્રવેશ એક વર્ષ માટે મુલતવી રાખ્યો છે. અનાહતનું લક્ષ્ય ગોલ્ડ મેડલ જીતીને ઑલિમ્પિક્સ માટે સીધું ક્વૉલિફાય થવાનું છે.

ભારત માટે સ્ક્વૉશમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવા અનાહત સિંહે કૉલેજ પહેલાં એક વર્ષનો ગૅપ લીધો

જુનિયર સ્ક્વૉશ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે ઐતિહાસિક પહેલું ટાઇટલ જીતનાર અનાહત સિંહે મોટો ખુલાસો કર્યો છે. ૧૮ વર્ષની અનાહત સિંહે એશિયન ગેમ્સ 2026 અને લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028 માટે લાંબા ગાળાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાનો અભ્યાસ મુલતવી રાખ્યો છે.
અનાહત સિંહ કહે છે, ‘મેં થોડા મહિના પહેલાં સ્કૂલ પૂરી કરી હતી. શરૂઆતમાં હું આ વર્ષે કૉલેજ જવાની હતી પરંતુ એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને મેં એક વર્ષનો ગૅપ લેવાનું નક્કી કર્યું છે. હવે હું સમજું છું કે સ્ક્વૉશ અને લૉસ ઍન્જલસ 2028ની તૈયારીની દૃષ્ટિએ આ વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું એક વર્ષ માટે ફક્ત સ્ક્વૉશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું અને ખાતરી કરી રહી છું કે લૉસ ઍન્જલસ 2028 સુધીમાં હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં રહીશ. બાકીની બsધી બાબતો વિશે પછીથી વિચારીશ.’
એશિયન ગેમ્સ 2026માં જો અનાહત સિંહ સ્ક્વૉશમાં ગોલ્ડ મેડલ જીતશે તો લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ 2028માં ઑટોમૅટિક ક્વૉલિફિકેશન મેળવશે. સ્ક્વૉશની રમત હાલમાં કૉમનવેલ્થ ગેમ્સ 2026નો ભાગ નથી.

sports news sports asian games squash india