વિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો

24 July, 2019 03:50 PM IST  |  વિમ્બલ્ડન

વિમ્બલ્ડનની મૅરથૉન ફાઇનલમાં જૉકોવિચે ફેડરરને હરાવ્યો

ગઈ કાલે વિમ્બલ્ડનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સર્બિયાના નોવાક જૉકોવિચે સ્વીડનના રૉજર ફેડરરને ૭-૬, ૧-૬, ૭-૬, ૪-૬, ૧૩-૧૨થી હરાવ્યો હતો. આ સાથે જ તેણે પાંચમી વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતીને કુલ ૧૬ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના રાફેલ નડાલના રેકૉર્ડની બરાબરી કરી હતી. આ મૅચ લાંબા સમય સુધી ચાલી હતી. પાંચ વખત વિમ્બલ્ડન જીતનારો તે ચોથો પુરુષ ખેલાડી બન્યો હતો. આ મૅચ વિમ્બલ્ડનના ઇતિહાસની સૌથી લાંબી ફાઇનલ મૅચ હતી, જે અંદાજે પાંચ કલાક ચાલી હતી.

wimbledon roger federer novak djokovic tennis news