ISL ટ્રોફી જીતવા માટે અમે ઘણા ઉત્સુક હતા : સુનીલ છેત્રી

24 July, 2019 03:30 PM IST  | 

ISL ટ્રોફી જીતવા માટે અમે ઘણા ઉત્સુક હતા : સુનીલ છેત્રી

જીતીને જંપ્યા : IPLની ટ્રોફી સાથે બૅન્ગલુરુનો કૅપ્ટન સુનીલ છેત્રી.

બેન્ગલુરુ FCના વિજેતા કૅપ્ટન સુનીલ છેત્રીએ રવિવારે ફાઇનલમાં ગોવા FCને હરાવીને પહેલી વખત ઇન્ડિયન સુપર લીગ ટુર્નામેન્ટ જીત્યા બાદ પોસ્ટ-મૅચ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આ ટાઇટલ જીતવા માટે તે ઘણા મહિનાઓથી તત્પર હતો. છેલ્લી સીઝનમાં તેની ટીમ ફાઇનલમાં ચેન્નયન FC સામે હારી હતી.’

સેકન્ડ એકસ્ટ્રા ટાઇમમાં બેન્ગલુરુના રાહુલ ભેકેએ ગૉલ કરીને પોતાની ટીમને ટાઇટલ જિતાડ્યું હતું. સુનીલે ફાઇનલ જીત્યા બાદ કહ્યું હતું કે ‘ગયા વર્ષે ફાઇનલ પછી મેં કહ્યું હતું કે આવતા વર્ષે અમે કમબૅક કરીશું. બૉલ બૉયથી લઈને કોચ સુધી દરેક વ્યક્તિ ટાઇટલ જીતવા માટે ઉત્સુક હતી. ગયા વર્ષે જે રીતે અમે હાર્યા હતા ત્યાર પછી આ જીત વધારે મીઠી લાગે છે. ગોલ્ડન બુટનો અવૉર્ડ જીતનાર ફેરન કોરોમિનસ તેની ટીમને જિતાડી ન શક્યો એ ખરેખર આર્યજનક છે. કોચનો મેસેજ હતો કે અમારે અટૅક કરવો જોઈએ પણ અમે બૉલ પરથી પકડ ગુમાવતાં અમે ડિફેન્ડ કરીને લીડ જાળવી રાખી હતી. ગયા વર્ષે અમે ઘણું ડોમિનેટ કર્યા પછી બે ગૉલ આપ્યા હતા એથી આ વખતે અમે ઘણા સાવચેત રહ્યા હતા.’

આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને વળતરના 11 કરોડ ચૂકવ્યા

ગોવાના કોચ સર્જીઓ લોબેરાએ અહેમદને રેડ કાર્ડ મળતાં ફીલ્ડ છોડવી પડી એ મૅચની મહત્વની ક્ષણ જણાવી હતી. ફાઇનલ જીતવા બદલ બેન્ગલુરુની ટીમને આવતા વર્ષે AFC એશિયન કપમાં રમવાનો મોકો મળશે.

Sunil Chhetri indian super league football sports news