મેન્સ ડબલ્સમાં કેબલ-ફારાહની જોડી જીતી યુએસ ઓપનનું ટાઇટલ

08 September, 2019 11:50 AM IST  |  ન્યુ યૉર્ક

મેન્સ ડબલ્સમાં કેબલ-ફારાહની જોડી જીતી યુએસ ઓપનનું ટાઇટલ

જુઆન સેબાસ્ટિયન કેબલ અને રૉબર્ટ ફારાહે માર્સેલ ગ્રેનોલેર્સ

યુએસ ઓપનમાં રમાયેલી મેન્સ ડબલ્સ ટુર્નામેન્ટમાં જુઆન સેબાસ્ટિયન કેબલ અને રૉબર્ટ ફારાહે માર્સેલ ગ્રેનોલેર્સ અને હોરાસિયો ઝેબાલોસની જોડીને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. યુએસ ઓપનના મેન્સ ડબલ્સસમાં આ ટાઇટલ જીતનારી આ પહેલી કોલમ્બિયન જોડી બની છે. 

આર્થર ઍશ સ્ટેડિયમમાં અંદાજે ૯૦ મિનિટ ચાલેલી આ મૅચમાં કોલમ્બિયન પ્લેયરે હરીફોને ૬-૪, ૭-૫થી હરાવ્યા હતા. આ ઉપરાંત ૨૦૦૩ પછી એક જ સેશનમાં વિમ્બલ્ડન અને યુએસ ઓપન એમ બન્ને ખિતાબ જીતનારી આ ત્રીજી કોલમ્બિયન જોડી અને ઓપન એરામાં આ ટ્રોફી મેળવનારી પહેલી સાઉથ અમેરિકન જોડી બની છે.

આ પણ વાંચો : US Open : રફેલ નડાલ 5મીવાર ફાઇનલમાં પહોંચ્યો, રશિયાના મેદવેદેવ સામે ટક્કર

નડાલ-મેડવેડેવ વચ્ચે યુએસ ઓપનનો આજે ફાઇનલ મુકાબલો

યુએસ ઓપનમાં પુરુષોની એકલ સ્પર્ધામાં આજે ત્રણ ટાઇમ ચૅમ્પિયન રહી ચૂકેલા રાફેલ નડાલ અને ડેનિલ મેડવેડેવ વચ્ચે અંતિમ મુકાબલો થવાનો છે. ગઈ કાલે રમાયેલી મૅચમાં નડાલે મેટ્ટીઓ બેરેટ્ટીનીને ૭-૬, ૬-૪, ૬-૧થી હરાવ્યો હતો.
નડાલે પોતાની ગેમ વિશે વાત કરતાં કહ્યું કે ‘પહેલો સેટ નિરાશાભર્યો હતો, કારણ કે મારી પાસે ઘણાં ટાઇબ્રેકર પહેલાં ઘણા બ્રેક પૉઇન્ટ્સ આવ્યા હતા, જ્યારે તેની પાસે એક પણ પૉઇન્ટ્સ નહોતો. જોકે ટાઇબ્રેકરમાં હું થોડો નસીબદાર રહ્યો અને થોડા સમય બાદ મને બ્રેક મળ્યો અને હું ચૅલેન્જ પૂરી કરી શક્યો.’

tennis news sports news us open