Tennis : મિલોસ રાઓનિક પહોચ્યો ઈન્ડિયા વેલ્સના ટોપ ફોરમાં

24 July, 2019 03:32 PM IST  | 

Tennis : મિલોસ રાઓનિક પહોચ્યો ઈન્ડિયા વેલ્સના ટોપ ફોરમાં

ઈન્ડિયા વેલ્સની સેમિ ફાઈનસમાં પહોચ્યો રાઓનિક

કેનેડાના મિલોસ રાઓનિકે તેની જીતની પરંપરા ચાલુ રાખી છે. ગુરુવારે અહી ઈન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પહોચ્યો છે. રાઓનિકે સર્બિયાના 19 વર્ષિય મિઓમિર કેસમાનોવિકને 6-3, 6-4થી હરાવ્યો હતો. આ મુકાબલોમાં રાઓનિકે દમદાર પ્રદર્શન કરતા મિઓમિર કેસમાનોવિકને હરાવ્યો હતો.

આ મેચમાં રાઓનિકે એક પણ ડબલ ફોલ્ટ પણ કર્યો નથી અને 72 મિનિટમાં જ જીત પોતાના નામે કરી હતી. મેચ બાદ રાઓનિકે પોતાની સર્વિસ વિશે કહ્યું હતું કે, 'મારી સર્વિસ સારી ન હતી, મેચમાં હું શોર્ટ રમી શક્નયો ન હતો. પરંતુ મારી ભુલો પર હું હજુ સુધારો લાવવાનો પ્રયત્ન કરીશ.'

 

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં ચોથા સ્થાનને લઇને સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત

 

સેમી ફાઈનલમાં કેનેડાના પ્લેયરનો સામનો આસ્ટ્રિયાના ડોમિનિક થીએમ સાથે થશે. આ સિવાય વુમેન્સ સિંગલ્સમાં જર્મનીની એજલીખ કર્બરાએ ઈન્ડિયા વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. કર્બરે અમેરિકી ટેનિસ દિગ્ગજ વીનસ વિલિયમ્સને 7-6 અને 6-3થી હરાવી હતી.

tennis news sports news