ભારતીય ફુટબૉલ ટીમે તમામને આપ્યો આંચકો

24 July, 2019 04:10 PM IST  | 

ભારતીય ફુટબૉલ ટીમે તમામને આપ્યો આંચકો

રેકૉર્ડ સાથે જીત : ગોલ બાદ ભારતીય કૅપ્ટન સુનીલ છેત્રી.

સુનીલ છેત્રીની આગેવાનીમાં ભારતીય ટીમે ગઈ કાલે થાઇલૅન્ડને ૪-૧થી હરાવી તમામને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એશિયા કપમાં ભારતનો ૧૯૬૪ બાદ આ પહેલો વિજય હતો. પોતાના બીજા એશિયન કપ અને કુલ ૧૦૫મી મૅચ રમતાં છેત્રીએ ૨૭ અને ૪૬મી મિનિટે પોતાનો અનુક્રમે ૬૬મો અને ૬૭મો આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો તો અનિરુદ્ધ થાપા અને જેજ લાલપેખુલાએ અનુક્રમે ૬૮મી અને ૮૦મી મિનિટે ગોલ કરતાં અબુ ધાબીના અલ નાહયાન સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકો ઘેલા થઈ ગયા હતા.

આ પણ વાંચો : ઘરઆંગણે સતત સાતમી સિરીઝ જીત્યું સાઉથ આફ્રિકા

સુનીલ છેત્રીએ પોતાના આ ગોલને કારણે આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને પછાડ્યો હતો જેમાં તેણે ૧૨૮ મૅચમાં ૬૫ ગોલ કર્યા છે. પોટુર્ગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ ૧૫૪ મૅચમાં ૮૫ ગોલ કર્યા છે. ભારતે નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવા માટે UAE અથવા બાહરિન સામેની મૅચ પૈકી કોઈ એક ડ્રૉ કરવી પડશે.

Sunil Chhetri football sports news