સેરેના જીતી ઓકલૅન્ડ ક્લાસિકની ફાઇનલ મૅચ

13 January, 2020 05:05 PM IST  |  Mumbai Desk

સેરેના જીતી ઓકલૅન્ડ ક્લાસિકની ફાઇનલ મૅચ

ઓકલૅન્ડ ક્લાસિક ટેનિસની ફાઇનલ મૅચમાં અમેરિકાની સેરેના વિલિયમ્સે પોતાની હરીફ પ્લેયર જેસિકા પેગુલાને ૬-૩, ૬-૪થી હરાવીને ટ્રોફી જીતી હતી. ૨૦૧૭ બાદ જીતેલી સેરેનાની આ પહેલી ટુર્નામેન્ટ હતી. આ મૅચ જીતીને ૪૩,૦૦૦ ડૉલરની પ્રાઇઝ મની સેરેનાને મળી હતી એ સંપૂર્ણપણે તેણે ઑસ્ટ્રેલિયાની આગમાં અસરગ્રસ્ત થયેલા લોકોને મદદ કરવા માટે દાન કરી દીધી હતી. આ ઉપરાંત અસરગ્રસ્તો માટે વધારે ભંડોળ એકઠું થાય એ માટે તેણે આ ટુર્નામેન્ટમાં પહેરેલા ડ્રેસ પર ઑટોગ્રાફ કરી હરાજી માટે મોકલ્યો હતો. પોતાની પ્રેગ્ન‍ન્સી બાદ આ પહેલી જીત હોવાથી સેરેનાએ એક હાથમાં ટ્રોફી અને બીજા હાથમાં પોતાની પુત્રી ઍલેક્સિસ ઑલમ્પિયાને લઈને ખુશી કંઈક અલગ અંદાજમાં ઊજવી હતી.

tennis news serena williams australia