એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના

12 January, 2020 02:11 PM IST  |  Mumbai Desk

એએસબી ક્લાસિકની ફાઇનલમાં પહોંચી સેરેના

ટેનિસજગતની ટૉપ પ્લેયર્સમાંની એક સેરેના વિલિયમ્સ એએસબી ક્લાસિકમાં મહિલા એકલ વર્ગની કૅટેગરીના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે વર્લ્ડ નબંર ૩ અમેરિકન પ્લેયર અમેન્ડા અનિસિમોવાને ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. આ મૅચ તેણે માત્ર ૪૩ મિનિટમાં જીતી લીધી હતી. ફાઇનલમાં તેનો મુકાબલો અમેરિકાની જેસિકા પેગુલા સાથે થશે.

sports news sports tennis news serena williams