જપાનનો કેન્ટો મોમોટા જીત્યો કોરિયા ઓપનનો ખિતાબ

30 September, 2019 02:23 PM IST  |  સૉલ

જપાનનો કેન્ટો મોમોટા જીત્યો કોરિયા ઓપનનો ખિતાબ

પુરુષ સિંગલ વર્ગમાં કોરિયા ઓપનનો ખિતાબ જીતનાર જપાનનો પ્લેયર કેન્ટો મોમોટા.

ગઈ કાલે કોરિયા ઓપનની પુરુષ સિંગલ વર્ગમાં રમાયેલી ફાઇનલ મૅચમાં જપાનના કેન્ટો મોમોટાએ તાઇવાનના ચોઉ તૈન-ચેનને ૫૩ મિનિટ ચાલેલી ગેમમાં હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી હતી. મોમોટાએ તાઇવાન પ્લેયરને ૨૧-૧૯, ૨૧-૧૭થી માત આપી હતી. મોમોટા અત્યાર સુધી અંદાજે ૩૦૦થી વધારે જીત મેળવી ચૂક્યો છે. મોમોટાની આ જીત સાથે તેણે ઑલિમ્પિક રમવાની ઇચ્છા પણ જીવંત રાખી છે.

આ પણ વાંચો : પાકિસ્તાન-શ્રીલંકાની વન-ડે મૅચ રીશેડ્યુલ થતાં આઇસીસીએ કરી મશ્કરી

મહિલાઓની ફાઇનલ મૅચમાં ચાઇનાની હે બિન્ગજિયાઓએ થાઇલૅન્ડની રેટચાનોક ઇન્ટાનોનને ૧૮-૨૧, ૨૪-૨૨, ૨૧-૧૭થી હરાવી હતી. મહિલાઓની ડબલ્સમાં સાઉથ કોરિયન જોડી કિમ સો-યેઓન્ગ અને કોંગ હી યોંગની જોડીએ લી સો-હી અને શીન સેઉંગ-ચેનને ૧૩-૨૧, ૨૧-૧૯, ૨૧-૧૭થી હરાવી હતી.

korea sports news badminton news