સાનિયા-નાદિયાની જોડી જીતી હોબાર્ટ ઇન્ટરનૅશનલનું ટાઇટલ

19 January, 2020 01:14 PM IST  |  Mumbai Desk

સાનિયા-નાદિયાની જોડી જીતી હોબાર્ટ ઇન્ટરનૅશનલનું ટાઇટલ

સાનિયા મિર્ઝા અને તેની સાથી પ્લેયર નાદિયા કિચેનોક.

ટેનિસ કોર્ટ પર બે વર્ષ બાદ પરત ફરેલી સાનિયા મિર્ઝાએ ગઈ કાલે હોબાર્ટ ઇન્ટરનૅશનલ ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સનું ટાઇટલ જીતી લીધું છે. સાનિયા મિર્ઝા અને તેની સાથી પ્લેયર નાદિયા કિચેનોકે ચિનની પેન્ગ શુઆઇ અને ઝેન્ગ શુઆઇની જોડીને એક કલાક અને ૨૧ મિનિટ સુધી ચાલેલી ગેમમાં ૬-૪, ૬-૪થી હરાવી હતી. આ ટાઇટલ સાથે સાનિયાએ તેના કરીઅરની ૪૨મી ડબ્લ્યુટીએ ડબલ્સ જીતી હતી. આ જીતની સાથે જ તેને ૨૮૦ રૅન્કિંગ પોઇન્ટનો પણ ફાયદો થયો છે.

sports news sports tennis news sania mirza