ફેડ કપ હાર્ટ અવૉર્ડ માટે નૉમિનેટ થનારી પ્રથમ ઇન્ડિયન પ્લેયર બની સાનિયા

02 May, 2020 02:27 PM IST  |  Mumbai Desk | Agencies

ફેડ કપ હાર્ટ અવૉર્ડ માટે નૉમિનેટ થનારી પ્રથમ ઇન્ડિયન પ્લેયર બની સાનિયા

સાનિયા મિર્ઝા

ટેનિસ-સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા ફેડ કપ હાર્ટ અવૉર્ડ માટે નૉમિનેટ થઈ છે. આ ઉપલબ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય પ્લેયર બની છે. એશિયા ઝોનમાંથી આ અવૉર્ડ માટે તેની સાથે ઇન્ડોનેશિયન પ્લેયર પ્રિસ્કા મડેલિન નુગ્રોહો પણ નૉમિનેટ થઈ છે. ફેડ કપે સ્ટેટમેન્ટ આપતાં કહ્યું કે ‘૬ પ્લેયરોને ત્રણ રીજનલ ગ્રુપ વન ફેડ કપ હાર્ટ અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે. યુરોપ-આફ્રિકામાંથી ઇસ્ટોનિયાની ઍનેટ કૉન્ટેવિયેટ અને લક્ઝમબર્ગની ઍલોરોના મોલિનારો, અમેરિકાથી મેક્સિકોની ફર્નાન્ડા કૉન્ટ્રેરેસ ગોમ્સ અને પારાગ્વેની વેરોનિકા કૅપેડ તથા એશિયા ઝોનમાંથી ઇન્ડિયાની સાનિયા મિર્ઝા તથા ઇન્ડોનેશિયામાંથી પ્રિસ્કા મેડલિન નુગ્રોહોને નૉમિનેટ કરવામાં આવી છે.’

sania mirza sports sports news