હું કંઈ પ્રૂવ કરવા કમબૅક નહીં કરું: સાનિયા મિર્ઝા

02 August, 2019 12:43 PM IST  |  નવી દિલ્હી

હું કંઈ પ્રૂવ કરવા કમબૅક નહીં કરું: સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કહ્યું કે તેણે ટેનિસમાં બધું મેળવી લીધું છે અને જાન્યુઆરી ૨૦૨૦માં કૉમ્પિટિટીવ ટેનિસમાં કમબૅક કરશે ત્યારે ‘કંઈ પણ પ્રૂવ’ કરવાના ટાર્ગેટ વગર ઊતરશે. માતા બનવાને કારણે સાનિયા બેથી વધુ વર્ષ સુધી ટેનિસ રમી નથી. સાનિયા કમબૅક કરવા માટે દરરોજ ૪થી વધુ કલાકની પ્રૅક્ટિસ કરે છે અને ૨૬ કિલો વજન ઘટાડી દીધું છે. ફૅમિલી શરૂ કરતાં પહેલાં સાનિયાએ ૬ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ્સ જીત્યાં હતાં જેમાં ૩ મિક્સ ટાઇટલ્સ સામેલ છે. નંબર વન રૅન્ક, મલ્ટિ-ડિસિપ્લિનરી ઇવેન્ટમાં મેડલ્સ જીત્યાં હતાં.

૩૨ વર્ષની સાનિયાએ કહ્યું કે ‘મારી કરીઅરમાં મેં જે સપનાં જોયાં હતાં એ પૂરાં થઈ ચૂક્યાં છે અને હવે જે મળશે એ બોનસ હશે. મેં વિચાર્યું હતું કે ઑગસ્ટમાં કમબૅક કરીશ, પણ હવે જાન્યુઆરીમાં શક્ય બનશે. ઇઝહાન મારા માટે સૌથી મોટો આશીર્વાદ છે અને હું તેને કારણે કમબૅક કરી રહી છું. કમબૅક કરવાનું એકમાત્ર કારણ મને રમવું ગમે છે. મારે એ સમયે કમબૅક કરવું છે જ્યારે હું માનસિક અને શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોઉં. કમબૅક કર્યા પછી ઇન્જર્ડ થવાનો કોઈ મતલબ નથી. સેરેના વિલિયમ્સે મધર બન્યાં પછી ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યું હતું જે મારા માટે ખરેખર પ્રેરણાસ્ત્રોત છે.

આ પણ વાંચો : વેન્કટેશ પ્રસાદે ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ માટે અરજી કરી

હું ફિટનેસ મેઇન્ટેન કરવા દિવસના ૩-૪ કલાક ટ્રેઇનિંગ લઉં છું. મને ખબર નથી કે તનતોડ સેશન્સ કરવાથી મારી બૉડી કેવું રિઍક્શન આપશે. બેબીના બર્થના કારણે ૨૩ કિલો વજન વધ્યું હતું અને ૨૬ કિલો ઘટાડ્યું છે. હું ઇન્ટરનૅશનલ લેવલ પર રમવા વધુ સ્ટ્રૉન્ગ બનવાનો પ્રયત્ન કરી રહી છું. મેં કોઈ રિઝલ્ટ-ઑરિયેન્ટેડ ગોલ સેટ નથી કર્યા. જો કમબૅક સારું રહેશે તો ટોક્યો ઑલિમ્પિક રમવાની ઇચ્છા છે.’

sania mirza tennis news sports news