રૉજર્સ કપની સેમી ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ

11 August, 2019 02:07 PM IST  |  ટૉરોન્ટો

રૉજર્સ કપની સેમી ફાઇનલમાં પહોંચી સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ

ટેનિસ-સ્ટાર પ્લેયર સેરેના વિલિયમ્સે નાઓમી ઓસાકાને ૬-૩, ૬-૪થી હરાવીને રૉજર્સ કપની સેમી ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધી છે. શુક્રવારે રાત્રે રમાયેલી આ મૅચમાં સેરેનાએ બાજી મારવામાં સફળતા મેળવી હતી. જોકે ખરાબ મોસમને કારણે મૅચ શરૂ થવામાં પ્લેયરોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જોકે પછીથી મૅચ શરૂ થતાં સેરેનાએ ૨-૧થી લીડ મેળવી લીધા બાદ નમતું મૂક્યું નહોતું અને ઓસાકા સામેની પોતાના કરીઅરની ત્રીજી મૅચમાં પહેલી જીત મેળવી હતી. સેરેનાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘ન્યુ યૉર્કની ગેમ બાદ અમે સામસામે નથી રમ્યાં. જોકે એ મૅચ અમારા બન્ને માટે સારી મૅચ હતી. ઓસાકા મને બે વાર હરાવી ચૂકી હતી એટલે આ વખતે મારે બેસ્ટ પર્ફોર્મન્સ આપવો હતો જે મેં આપ્યો.’

સેરેનાનો મુકાબલો હવે સિમોના હાલેપ અને મારિયા બૌઝકોવામાંથી વિજયી થનારા પ્લેયર સામે થશે.

tennis news serena williams sports news