રેસ વૉક ઇવેન્ટ:ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર પહેલો ભારતીય બન્યો ઈરફાન

24 July, 2019 03:30 PM IST  | 

રેસ વૉક ઇવેન્ટ:ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર પહેલો ભારતીય બન્યો ઈરફાન

રેસ વૉકર કે ટી ઈરફાન

નૅશનલ રેકૉર્ડ-હોલ્ડર કે. ટી. ઇરફાને નોમિ શહેરમાં એશિયન રેસ વૉકિંગ ચૅમ્પિયનશિપની ૨૦ કિલોમીટરની રેસ ૧ કલાક, ૨૦ મિનિટ, ૫૭ સેકન્ડમાં પૂરી કરીને ગઈ કાલે ઍથ્લેટિક્સમાંથી આવતા વર્ષના ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થનાર પહેલો ભારતીય બન્યો હતો. ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા ક્વૉલિફેશન સ્ટાન્ડર્ડ ટાઇમ ૧:૨૧.૦૦ છે. રેસ વૉક ઇવેન્ટ અને મૅરથૉન રેસમાંથી ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેનો સમયગાળો આ વર્ષની ૧ જાન્યુઆરીથી શરૂ થયો છે અને ૩૧ મે ૨૦૨૦ના દિવસે પૂરો થશે અને બીજા ઍથ્લેટિક્સ ઇવેન્ટમાંથી ક્વૉલિફાય થવા માટેનો સમયગાળો આ વર્ષની ૨૯ જૂનથી આવતા વર્ષની ૨૯ જૂન નક્કી કરવામાં આવી છે. ૨૯ વર્ષના ઇરફાન પહેલાં કોઈ ભારતીય ઍથ્લેટિક્સમાંથી ક્વૉલિફાય થઈ શક્યો નહોતો. કેરળના ઇરફાને ગયા મહિને ચેન્નઈમાં યોજાયેલી ૨૦ કિલોમીટરની નૅશનલ ઓપન રેસ વૉક ચૅમ્પિયનશિપની ઇવેન્ટ ૧:૨૬:૧૮ સમયમાં પૂરી કરીને જીતી હતી. આજ ટુર્નામેન્ટની વિમેન્સ કૅટેગરીમાં સૌમ્યા બેબીએ ૧:૩૬:૦૮ સમયમાં પૂરી કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચોઃ શ્રીસાન્ત કરતાં અઝહરનો ગુનો વધારે ગંભીર હતોઃ રવિ સવાણી