સારી તૈયારી હશે તો ઑલિમ્પિકમાં મદદ મળી રહેશે : કોચ ગોપીચંદ

04 January, 2020 03:03 PM IST  |  New Delhi

સારી તૈયારી હશે તો ઑલિમ્પિકમાં મદદ મળી રહેશે : કોચ ગોપીચંદ

કોચ પુલેલા ગોપીચંદ

પી. વી. સિન્ધુ અને સાયના નહેવાલ જેવાં ચૅમ્પિયન્સને તૈયાર કરનાર કોચ પુલેલા ગોપીચંદે તાજેતરમાં સરકારની ખેલો ઇન્ડિયા પહેલનાં વખાણ કર્યાં છે અને સાથે-સાથે પ્લેયરોને ઑલિમ્પિક માટે સારી તૈયારી કરવાની સલાહ પણ આપી છે.

આ બાબતે વાત કરતાં ગોપીચંદે કહ્યું કે ‘પાછલા કેટલાક ઑલિમ્પિકમાં આપણે સારું પર્ફોર્મ કર્યું છે અને આ વખતે આપણે આપણી ટીમમાં વર્લ્ડ ચૅમ્પિયન પ્લેયરો સાથે ઑલિમ્પિકમાં જવાના છીએ. જોકે આ બધા માટે સારી તૈયારીની જરૂર છે. પાછલી ગેમમાં જે પ્રમાણે તૈયારીઓ કરી હતી એનાથી ઘણી સારી તૈયારી કરીને આપણા પ્લેયરો આ વખતે રમવા ઊતરશે.’

ખેલો ઇન્ડિયા પ્રોગ્રામની પ્રશંસા કરતાં ગોપીચંદે કહ્યું કે ‘આ પહેલને લીધે દરેક ગેમના ઍથ્લીટને સાથે આવીને રમવાની તક મળે છે અને એ ઘણી સારી વાત છે. આ પહેલથી હું ઘણો ખુશ છું.’

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ત્રીજી એડિશન ૧૦થી ૨૨ જાન્યુઆરી દરમ્યાન ગુવાહાટીમાં યોજાવાની છે.

world badminton championships sports news pv sindhu saina nehwal