ભારતની હૉકી ટીમમાં યંગ ખેલાડીઓ સામેલ

24 July, 2019 03:35 PM IST  | 

ભારતની હૉકી ટીમમાં યંગ ખેલાડીઓ સામેલ

મનપ્રીત સિંહ

ઈજાને કારણે મહત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં મલેશિયાના ઇપોહમાં રમાનારી ૨૮મી સુલતાન અઝલન શાહ કપ ટુર્નામેન્ટ માટે ભારતની હૉકી ટીમમાં યંગ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ૨૩થી ૩૦ માર્ચ દરમ્યાન રમાનારી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારત અને યજમાન મલેશિયા ઉપરાંત કૅનેડા, સાઉથ આફ્રિકા, કોરિયા અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જપાનનો સમાવેશ થાય છે. મિડ-ફીલ્ડર મનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારત પોતાની પહેલી મૅચ જપાન સામે ૨૩ માર્ચે રમાશે. ભારતને આકાશદીપ સિંહ, રમણદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, ડિફેન્ડર રૂપેન્દરપાલ સિંહ, હરમનપ્રીત સિંહની ગેરહાજરીથી ટીમ પર અસર પડશે. આ ખેલાડીઓ બૅન્ગલોરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં રીહૅબિલિટેશન પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે.

hockey sports news sultan azlan shah cup