ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ:જીત્યો અન્ડર-21 ટાઇટલ

10 December, 2019 01:38 PM IST  |  Toronto

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે રચ્યો ઇતિહાસ:જીત્યો અન્ડર-21 ટાઇટલ

માનવ ઠક્કર

ભારતના યુવા ટેબલ ટેનિસ પ્લેયર માનવ ઠક્કરે કૅનેડાના મારખમમાં રમાયેલી ઇન્ટરનૅશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ) ચૅલેન્જ પ્લસ બેનેમેક્સ-વિર્ગો નૉર્થ અમેરિકન ઓપનમાં આર્જેન્ટિનાના માર્ટિન બેન્ટનકોર સામે ૧૧-૩, ૧૧-૫, ૧૧-૬થી જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. ૨૦૧૭ બાદ અન્ડર-૨૧ મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો છે. માનવ હવે આઇટીટીએફ વર્લ્ડ ટૂર અન્ડર-૨૧ મેન્સ સિંગલ્સ ટાઇટલવિજેતા અન્ય ભારતીયો - હરમીત દેસાઈ, સથિયાન જ્ઞાનસેકરન અને સૌમ્યજિત ઘોષની હરોળમાં આવી ગયો છે.

sports news tennis news