વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ: બજરંગ પુનિયા અને રવિકુમાર જીત્યા બ્રૉન્ઝ

21 September, 2019 11:15 AM IST  |  કઝાકસ્તાન

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપ: બજરંગ પુનિયા અને રવિકુમાર જીત્યા બ્રૉન્ઝ

દંગલ-દંગલ : પોતપોતાના મેડલ સાથે રેસલર બજરંગ પુનિયા અને રવિકુમાર.

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે ભારતનો દિવસ સારો રહ્યો હતો. ૬૫ કિલોગ્રામ કૅટેગરીમાં ભારતના રેસલર બજરંગ પુનિયા બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મેડલ છે. આ પહેલાં બજરંગ ૨૦૧૩માં ૬૦ કિલોગ્રામ કૅટેગરીમાં કાંસ્ય અને ૨૦૧૮માં ૬૫ કિલોગ્રામ કૅટેગરીમાં રજતપદક જીત્યો હતો. આ વખતે રમાયેલી મૅચમાં બજરંગ મૉન્ગોલિયાના તુલ્ગા તુમુર ઓચિરને ૮-૭થી માત આપીને બ્રૉન્ઝ જીત્યો હતો. બજરંગ ઉપરાંત રવિકુમાર દહિયાએ પણ ઈરાની રેસલર રેઝા અત્રિનાગાહરચીને ૫૭ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કૅટેગરીમાં ૬-૩થી હરાવીને બ્રૉન્ઝ મેળવ્યો છે.

આ પણ વાંચો : અમિત પાંઘલ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પહેલો ભારતીય બોક્સર

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં આ તેનો પહેલો પદક હતો. બન્ને પદક મેળવનાર રેસલરે આ મૅચ જીતીને ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક ક્વોટામાં જગ્યા મેળ‍વી લીધી છે. આ પહેલાં વિનેશ ફોગાટે ૫૩ કિલોગ્રામ કૅટેગરીમાં મેડલ જીતીને પોતાની સીટ કન્ફર્મ કરી લીધી હતી.

sports news kazakhstan wrestling