પાક. શુટર્સને વિઝા ન આપતા IOC એ ભારત પર લગાવ્યો પ્રતિબંધ

24 July, 2019 03:14 PM IST  |  નવી દિલ્હી

પાક. શુટર્સને વિઝા ન આપતા IOC એ ભારત પર લગાવ્યો પ્રતિબંધ

IOC એ ભારત સામે વાતચીત બંધ કરી

જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં હાલમાં જ થયેલ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે. જેની અસર રમત ક્ષેત્રમાં પણ જોવા મળી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની ચર્ચાઓ હાલ ગરમ છે ત્યારે પાકિસ્તાની શુટર્સને દિલ્હીની વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ ભારતની નારાજ છે અને સંઘે ભારતમાં આગામી રમતોના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો આ સાથે જ IOC એ તમામ એસોસીએશનને અપીલ કરી છે કે ભારતમાં રમતના આજન પર પ્રતિબંધ લગાવે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનને કરો વર્લ્ડ કપની બહાર: BCCIએ ICCને કરી વિનંતી

IOC એ ભારત સામે વાતચીત બંધ કરી
દિલ્હીમાં ચાલી રહેર શૂટિંગ વર્લ્ડ કપ માટે બે પાકિસ્તાની શૂટર્સને ભારતના વીઝા આપવામાં આવ્યા ન હતા. આ નિર્મય બાદ ઓલિમ્પિક કમિટીએ ભારત સાથે તમામ પ્રકારની વાતચીત બંધ કરી દીધી છે. સાથે જ ભારત પાસે ગેરેન્ટી માગવામાં આવી છે કે, જ્યાં સુધી તે ઓલિમ્પિક ચાર્ટરને પૂર્ણ કરવા માટે સરકારની મંજૂરી નહીં લે ત્યાં સુધી અહીં પણ કોઈપણ રમતનું આયોજન કરવામાં નહીં આવે. કમિટીએ જણાવ્યું કે સ્પર્ધામાં ભાગ લેવા આવી રહેલ ખેલાડીઓને વીઝા ન આપવા ઓલિમ્પિક ચાર્ટના નિયમો વિરૂદ્ધ છે. ખેલાડીઓની સાથે કોઈપણ મેજબાન દેશ આ રીતે ભેદભાવ ન કરી શકે. કમિટીએ અંતિમ સમયે આ મામલે સમાધાનનો પ્રયત્ન કર્યો પરંતુ ભારત તરફથી પાકિસ્તાનના ખેલાડીઓને વીઝા ન આપવામાં આવ્યા. ત્યાર બાદ આઈઓસીએ આ નિર્ણય કર્યો છે. ઉપરાંત ભારત તરફથી આગામી રમતોના આયોજન કરવામાં માટે કરેલ અરજીઓને પણ હોલ્ડ પર રાખવામાં આવી છે.

pakistan international olympic committee new delhi