ફ્રેન્ચ ઓપન : છેલ્લાં 11 વર્ષમાં ફેડરરનો નડાલ સામે સૌથી ખરાબ પરાજય

24 July, 2019 03:40 PM IST  |  પેરિસ

ફ્રેન્ચ ઓપન : છેલ્લાં 11 વર્ષમાં ફેડરરનો નડાલ સામે સૌથી ખરાબ પરાજય

રોજર ફેડરર

રાફેવ નડાલે ફ્રેન્ચ ઓપનની સેમિ-ફાઈનલમાં તેના સૌથી જૂના હરીફ ખેલાડી રોજર ફેડરરને છેલ્લાં ૧૧ વર્ષનો સૌથી ખરાબ પરાજય આપ્યો હતો. આ જીત સાથે નડાલ ૧૨મા ફ્રેન્ચ ઓપન ટાઈટલથી એક જીત દૂર છે. ૩૩ વર્ષના નડાલે ફેડરરને ૬-૩, ૬-૪, ૬-૨ના માર્જિનથી હરાવ્યો હતો.

વિમેન્સ કૅટેગરીમાં ચેક ગણરાજ્યની ૧૯ વર્ષની માર્કેટા વોંડરૂસોવા અને ઑસ્ટ્રેલિયાની એસ્લે બાર્ટી ફ્રેન્ચ ઓપનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. બન્ને પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચી છે.

tennis news rafael nadal roger federer sports news