ભારતની આ મહિલા એથ્લિટે સ્વીકાર્યું કે તે લેસ્બિયન છે

24 July, 2019 03:33 PM IST  |  દિલ્હી

ભારતની આ મહિલા એથ્લિટે સ્વીકાર્યું કે તે લેસ્બિયન છે

દૂતી ચંદ (File Photo)

ભારતની મહિલા સ્પ્રિન્ટર દૂતીચંદે લેસ્બિયન સંબંધનો સ્વીકાર કર્યો છે. સમલૈંગિક સંબંધો સ્વીકારનારી દૂતી ચંદ ભારતની પહેલી મહિલા એથ્લિટ છે. ધ સન્ડે એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે અખબાર સાથેના ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે આ સ્વીકાર કર્યો છે. દૂતી ચંદે સ્વીકાર્યું કે તે પોતાના વતન ચાકા ગોપાલપુરની એક યુવતી સાથે રિલેશનશિપમાં છે. જો કે પોતાની પાર્ટનર વિશે દૂતીચંદે વધુ કોઈ માહિતી નથી આપી.

આ ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે કહ્યું,'તેણે કહ્યું છે કે, કોઈએ મને જજ કરવાની જરૂર નથી. આ મારી અંગત પસંદ છે. તેનું સન્માન કરવું જોઈએ. હું દેશ માટે મેડલ જીતવાનો સંપૂર્ણ પ્રયત્ન ચાલુ રાખીશ'

વધુમાં આ ઈન્ટરવ્યુમાં દૂતીચંદે સમલૈંગિક સંબંધો વિશે વાત કરી. સ્પ્રિન્ટર દૂતી ચંદે કહ્યું,'મને કોઈ એવું મળ્યું છે જે મારું જીવનસાથી છે. હું માનું છું કે દરેક વ્યક્તિને તેની આઝાદી હોવી જોઈએ. તે જે ઈચ્છે તેની સાથે જીવન પસાર કરી શકે છે. મેં હમેંશા તેમના હકમાં અવાજ ઉઠાવ્યો છે જે સમલૈંગિક સંબંધોમાં રહેવા માંગે છે. તે કોઈની અંગત પસંદ છે. મારું ધ્યાન હાલ વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પરંતુ હું ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવા માંગુ છું.ટ

તો આ ઈન્ટરવ્યુમાં દૂતી ચંદે પોતાની કરિયર વિશે પણ વાત કરી છે. કરિયર વિશે વાત કરતા દૂતી ચંદે કહ્યું,'હું કોઈ એવી વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જે મને સતત એક સારી ખેલાડી બનવા માટે પ્રેરણા આપે છે. હું છેલ્લા 10 વર્ષથી સ્પ્રિંટર છું અને લગભગ આગામી 5-7 વર્ષ સુધી દોડી શકુ છું. હું સ્પર્ધામાં ભાગ લેવા માટે આખી દુનિયામાં ફરુ છું. આ સરળ નથી. મને કોઈના સહારાની જરૂર છે.'

આ પણ વાંચોઃ વન-ડે વર્લ્ડ કપ શરૂ થાય છે ત્યારે જાણીએ કેટલાક ઇન્ટરેસ્ટિંગ પાસાં

ઉલ્લેખનીય છે કે દૂતી ચંદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવી ચૂકી છે. દુતી એશિયન ગેમ્સ 2018માં બે સ્લિવર મેડલ જીતી ચૂકી છે. તો 100 મીટર અને 200 મીટર ફાઈનલમાં બીજા સ્થાને આવી હતી.

 

sports news national news