વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં દીપક પુનિયાની એન્ટ્રી

22 September, 2019 11:23 AM IST  |  મુંબઈ ડેસ્ક

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં દીપક પુનિયાની એન્ટ્રી

દીપક પુનિયા

કઝાકિસ્તાન : (પી.ટી.આઇ.) ભારતના પહેલવાન દીપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. ૮૬ કિલોગ્રામની કૅટેગરીમાં પુનિયાએ સ્વિટ્ઝરલૅન્ડના સ્ટિફન રૈચમૂથને ૮-૨થી હરાવીને મેડલ મેળવી લીધો છે. ફાઇનલમાં તેનો મુકાબલો ૨૦૧૬ની રિયો ઑલિમ્પિક ચૅમ્પિયન ઈરાની રેસલર હસન યજદાની સામે થશે. જો દીપક આ ફાઇનલ મૅચ જીતે તો વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવનાર બીજો ભારતીય રેસલર બની જશે. આ અગાઉ ૨૦૧૦માં સુશીલ કુમારે મોસ્કોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપકે શનિવારે સેમી ફાઇનલમાં રમીને ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક્સ માટે પણ ક્વૉલિફાય કરી લીધું છે. આ યાદીમાં દીપક ઉપરાંત વિનેશ ફોગાટ, રવિ દહિયા અને બજરંગ પુનિયાનાં નામ પણ સામેલ છે.

sports news sports wrestling