મેસીની હૅટ-ટ્રિકથી જીત્યું બાર્સેલોના

09 December, 2019 09:58 AM IST  |  Barcelona

મેસીની હૅટ-ટ્રિકથી જીત્યું બાર્સેલોના

પોતાની ટીમ માટે ગોલ કર્યા બાદ મેસીએ બેસ્ટ પ્લેયર ઑફ ધ યરની ટ્રોફી સાથે કંઈક આ રીતે ઉજવણી કરી હતી.

ફુટબૉલની ચાલી રહેલી લા લિગા લીગમાં આર્જેન્ટિનાના લિઓનેલ મેસીએ મારેલી હૅટ-ટ્રિકથી બાર્સેલોનાએ માલ્લોર્કાને ૫-૨થી પરાજય આપ્યો છે. મેસીના ત્રણ ગોલ ઉપરાંત એન્ટની ગ્રીઝમન અને લુઇસ સુરેઝે એક-એક ગોલ કર્યા હતા. આ મૅચ જીતી બાર્સેલોનાએ પૉઇન્ટ-ટેબલમાં પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. મેસીએ કરેલા ગોલ સાથે આ સીઝનમાં તેણે કરેલા કુલ ગોલની સંખ્યા ૧૨ થઈ છે.
આ સાથે લિયોનેલ મેસીએ લા લિગા લીગમાં ૩૫મી હેટ્રિક કરી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેની આ હેટ્રિકને લીધે તેણે પોતાના પ્રતિદ્વંદ્વી ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

lionel messi fc barcelona