ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફેડરર બહાર

24 July, 2019 04:05 PM IST  | 

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફેડરર બહાર

હતાશ : ગઈ કાલે મેલબર્નમાં પરાજય બાદ રૉજર ફેડરર અને ઇન્સેટમાં સ્ટેફાનોસ સિટસિપાસ.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉજર ફેડરરના સાતમી વખત ઑસ્ટ્રેલિયન ઓપન જીતવાના સપનાને ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિટસિપાસે સાકાર નહોતું થવા દીધું. વિશ્વમાં બીજા ક્રમાંકની ઍન્જેલિક કર્બરને ગઈ કાલે અમેરિકાની ખેલાડી ડૅનિયલ કોલિન્સે ૦-૬, ૨-૬થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ગયા વર્ષની ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ફેડરરે મારિન સિલિકને હરાવ્યો હતો. એ મારિનને પણ સ્પેનના ખેલાડી રોબર્ટો બતિસ્ટા અગતે હરાવ્યો હતો. હવે તે સિટસિપાસ સામે ક્વૉર્ટર ફાઇનલ રમશે. પાંચ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર મારિયા શારાપોવા પણ હારી હતી. તો બીજી તરફ સ્પેનનો રાફેલ નડાલ થોમસ બર્ડિચને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

ગ્રીકના 20 વર્ષના ખેલાડી સિટસિપાસે ફેડરરને ચોથા રાઉન્ડમાં 6-7, 7-6, 7-5, 7-6થી હરાવ્યો હતો. 21 વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ૩૭ વર્ષનો ફેડરર પોતાના કરતાં 17 વર્ષ નાના ખેલાડી સામે હાર્યો હતો. પહેલી વખત કોઈ ગ્રૅન્ડ સ્લૅમની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચનાર ગ્રીસના ખેલાડી બનનાર સિટસિપાસે કહ્યું હતું કે ‘હું હાલમાં વિશ્વની સૌથી સુખી વ્યક્તિ છું. છ વર્ષની ઉંમરથી હું ફેડરરને આદર્શ ગણું છું. માત્ર તેની સામે રમવું જ મારા માટે સપના સાકાર થવા જેવી વાત હતી.’

આ પણ વાંચો : હાર્દિક અને રાહુલને તપાસ ચાલે એ દરમ્યાન રમવા દો

ફેડરરે પણ કહ્યું હતું કે ‘હું મારા કરતાં સારું રમનાર ખેલાડી સામે હાર્યો છું. તે ખૂબ જ શાંત રહ્યો હતો.’

roger federer australian open tennis news