આર્ચરીમાં દીપિકા કુમારીએ જીત્યો સિલ્વર મેડલ

24 July, 2019 03:47 PM IST  |  ટોક્યો

આર્ચરીમાં દીપિકા કુમારીએ જીત્યો સિલ્વર મેડલ

દીપિકા કુમારી

૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિક ગેમ્સમાં ક્વૉલિફાઈ થવા માટે ટેસ્ટ ઇવેન્ટમાં ભારતની દીપિકા કુમારીએ આર્ચરી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ગોલ્ડ મેડલ જીતવામાં કોરિયાની એન સેને બાજી મારી હતી. સેન અને દીપિકા વચ્ચે ચાલેલી સ્પર્ધા રોમાંચક રહી હતી અને બન્ને પ્લેયરો વચ્ચે ટફ કૉમ્પિટિશન જોવા મળી હતી.

કોરિયન પ્લેયર સામે ફાઇનલમાં હારી ગયા બાદ ૨૫ વર્ષની દીપિકા કુમારીએ કહ્યું, ‘હું બધું બરાબર જ કરી રહી હતી, પણ ફાઇનલમાં હું જોઈએ એવું પર્ફોર્મ ન કરી શકી. હાલમાં મેં મારી ટેક્નિક્સમાં ફેરફાર કર્યા છે જેના કારણે મારા સ્કોર અલગ થયા છે. હું અહીં ઘણું બધું શીખી છું. હું ચોક્કસ મારી ગેમમાં સુધારો લાવીશ. હું જ્યારે પણ મૅચ હારું છું ત્યારે શૂટિંગ ભૂલી જાઉં છું. મારે એના પર હજી કામ કરવાનું છે.’

આ પણ વાંચો : Indonesia Open : પીવી સિન્ધુ અને શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

આગામી ઑલિમ્પિક માટે હજી ભારતીય વિમેન્સ ટીમ ક્વૉલિફાઈ થવાની બાકી છે, પણ દીપિકાનું કહેવું છે કે જો આપણે આવું જ સારું પર્ફોર્મ કરતાં રહીશું તો જરૂર ક્વૉલિફાઈ થશું.’ જૂન ૨૦૧૮માં સોલ્ટ લેક સિટીમાં થયેલા વર્લ્ડ કપ બાદ દીપિકાની આ પહેલી વ્યક્તિગત ઇવેન્ટ છે.

tokyo sports news