ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ

11 December, 2019 02:36 PM IST  |  Mumbai Desk

ઍન્ડ્રેસ્ક્યુ જીતી કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ

યુએસ ઓપનની ચૅમ્પિયન બિયાન્કા ઍન્ડ્રેસ્ક્યુને તાજેતરમાં કૅનેડાનો ઍથ્લીટ ઑફ ધ યરનો ખિતાબ મળ્યો છે. આ ખિતાબ મેળવનાર તે પ્રથમ ટેનિસ પ્લેયર બની છે. આ અવૉર્ડ દર વર્ષે જુદા જુદા સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્લેયરને આપવામાં આવે છે. ઍન્ડ્રેસ્ક્યુ આ વર્ષે બીએનપી પારિબાસ ઓપનમાં પોતાનું પહેલું ડબ્લ્યુટીએ ટાઇટલ જીતી હતી.

sports news sports