વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ, અમિત પંઘલ સિલ્વર મેડલ જીત્યો

22 September, 2019 11:15 AM IST  |  મુંબઈ ડેસ્ક

વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ, અમિત પંઘલ સિલ્વર મેડલ જીત્યો

બૉક્સિંગ ચેમ્પિયનશિપ

રશિયા : (પી.ટી.આઇ.) ગઈ કાલે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં રમાયેલી ફાઇનલ મૅચમાં અમિત પંઘલે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બાવન કિલોગ્રામની કૅટેગરીના ફાઇનલ મુકાબલામાં તેનો મુકાબલો શખોબિદીન ઝોઇરોવ સાથે થયો હતો. શખોબિદીને અમિતને ૫-૦થી માત આપીને ગોલ્ડ જીતી લીધો હતો અને ભારતીય પ્લેયરના ભાગમાં સિલ્વર આવ્યો હતો. 

પુરુષોની બૉક્સિંગ વર્લ્ડ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારો પંઘલ પહેલો ભારતીય બૉક્સર બન્યો છે. આ પહેલાં ૬૩ કિલોગ્રામની કૅટેગરીમાં મનીષ કૌશિક બ્રૉન્ઝ મેડલ જીતીને સેમી ફાઇનલમાં ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. પંઘલ પહેલાં ૨૦૦૯માં વિજેનન્દર સિંહ, ૨૦૧૧માં વિકાસ ક્રિષ્ના, ૨૦૧૫માં શિવા થાપા અને ૨૦૧૭માં ગૌરવ બિધુરીએ મેડલ પોતાના નામે કર્યા હતા. આ વખતે કુલ ૭૮ દેશોમાંના ૯ દેશ એવા હતા જેના બૉક્સરો ફાઇનલ સુધી પહોંચ્યા હતા. ભારત એ ૯ દેશોમાંનો એક હતો. ફાઇનલમાં પહોંચનારા સૌથી વધારે બૉક્સરો ઉઝબેકિસ્તાનના હતા.

boxing sports news sports