13 October, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પી.વી. સિંધુ
લગભગ ૯.૦૯ કરોડ રૂપિયાની ઇનામી રકમ ધરાવતી ડેનમાર્ક ઓપન સુપર ૭૫૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટ આજથી શરૂ થશે. ૯૦ વર્ષથી રમાતી આ ટુર્નામેન્ટની ૭૫મી સીઝનમાં ભારતીય ખેલાડીઓ પણ ખિતાબ જીતવા માટે ઊતરશે.
૧૯૮૦માં પ્રકાશ પાદુકોણ અને ૨૦૧૭માં શ્રીકાન્ત કિદામ્બીએ મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. ૨૦૧૨માં સાઇના નેહવાલે ભારત માટે એકમાત્ર વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
વર્તમાન સીઝનના પ્રથમ રાઉન્ડમાં ભારતની પી.વી. સિંધુએ વિશ્વની નંબર વન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન એન સે-યંગ સામે કઠિન પરીક્ષાનો સામનો કરવો પડશે. સિંધુ તાજેતરનાં મિશ્ર પરિણામોબાદ ડેનમાર્ક પહોંચી છે. તેણે જુલાઈમાં જપાન ઓપન સુપર ૭૫૦નું ટાઇટલ જીત્યું હતું, પરંતુ ગયા અઠવાડિયે આર્કટિક ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડની હરીફ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મલેશિયાને ૪-૦થી હરાવીને ભારત સતત બીજી વખત અન્ડર-17 મહિલા ફુટબૉલ એશિયન કપ માટે ક્વૉલિફાય થયું છે. ટીમ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ગ્રુપ Eમાં ટૉચના સ્થાને રહી. જીત સાથે આ ફુટબૉલ ટીમ કોઈ પણ વય-જૂથમાં સતત બે આવૃત્તિઓમાં મહિલા એશિયન કપ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય ટીમ બની છે. છેલ્લી સીઝનમાં ભારતની આ ટીમ મહિલા એશિયન કપના ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને નૉકઆઉટ રાઉન્ડમાં પહેલી વખત પહોંચી હતી.