News In Shorts: રમત-ગમત ક્ષેત્રના મહત્વના તમામ સમાચાર વાંચો એક ક્લિકમાં

14 January, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છ વર્ષ બાદ આઇપીએલ રમતો જોવા મળી શકે છે મિચલ સ્ટાર્ક, આવા તમામ સમાચાર વાંચો ટૂંકમાં

મિડ-ડે લોગો

છ વર્ષ બાદ આઇપીએલ રમતો જોવા મળી શકે છે મિચલ સ્ટાર્ક

આઇપીએલની આગામી સીઝનમાં ઑસ્ટ્રેલિયાનો મિચલ સ્ટાર્ક રમવા વિશે વિચારી રહ્યો છે. ૧૦ ટીમ સાથેની આઇપીએલની આગામી સીઝન માટેનું મેગા ઑક્શન ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં યોજાવાનું છે અને એ માટે આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં લય મેળવવા આઇપીએલમાં રમવાનું વિચારી રહેલા સ્ટાર્કે કહ્યું કે ‘મેં હજી સુધી ઑક્શનમાંથી મારું નામ પાછું ખેંચી નથી લીધું. આ સંદર્ભે હું ગંભીરતાપૂર્વક વિચારી રહ્યો છું. જોકે મેં આ વખતે રમવાનું ઑલમોસ્ટ નક્કી કરી લીધું છે. હું છએક વર્ષથી આઇપીએલમાં નથી રમ્યો, પણ આગામી ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આઇપીએલમાં રમવાનો બેસ્ટ વિકલ્પ મને લાગે છે.’

ઍશિઝની નામોશી બદલ ઇંગ્લૅન્ડના ખેલાડીઓને મળશે આઇપીએલનો દંડ

ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ઍશિઝ સિરીઝમાં ઇંગ્લૅન્ડ પહેલી ત્રણેય ટેસ્ટ હારીને સિરીઝ ગુમાવી ચૂક્યું છે. ખેલાડીઓના નામોશીભર્યા પર્ફોર્મન્સને લીધે ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને આગામી આઇપીએલમાં રમતા રોકવા વિશે વિચારી રહ્યું છે. ઇંગ્લૅન્ડના અમુક ભૂતપૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓને લાગે છે કે ખેલાડીઓ નૅશનલ ટીમમાં રમવાને બદલે આઇપીએલ જેવી લીગમાં રમીને પૈસા કમાવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. જો તેઓ આ વિશે ફાઇનલ નિર્ણય લઈ લેશે તો આગામી આઇપીએલ ઑક્શનમાંથી ઘણા ઇંગ્લિશ ખેલાડીઓની બાદબાકી થઈ શકે છે. હાલમાં રિટેઇન કરેલા ખેલાડીઓમાં મોઇન અલી અને જોશ બટલરનો સમાવેશ છે.

બિગ બૅશમાં રાશિદ ખાનનો કરીઅર બેસ્ટ પર્ફોર્મન્સ

હાલમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયન ટી૨૦ લીગ બિગ બૅશમાં અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાને એક મૅચમાં ૧૭ રનમાં ૬ વિકેટ સાથે તેના ટી૨૦ કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ નોંધાવ્યો હતો. રાશિદે ઍડીલેડ સ્ટ્રાઇકર્સ વતી રમતાં બ્રિસ્બેન હિટ સામે ચાર ઓવરમાં ૧૪ ડૉટ બૉલ સાથે ૧૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. રાશિદની આ કમાલને લીધે તેની ટીમનો ૭૧ રનથી ભવ્ય વિજય થયો હતો. ટી૨૦ ક્રિકેટમાં રાશિદે પહેલી જ વાર ટી૨૦ ક્રિકેટમાં એક મૅચમાં ૬ વિકેટ લીધી હતી. આ પહેલાંનો તેનો બેસ્ટ પર્ફોર્મન્સ આયરલૅન્ડ સામેની એક ઇન્ટરનૅશનલ મૅચમાં બે ઓવરમાં માત્ર ૩ રનમાં પાંચ વિકેટનો છે.

Sports news