23 July, 2026 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સિકંદર રઝા
ઝિમ્બાબ્વેના T20 કૅપ્ટન સિકંદર રઝાએ ભારત એક મજબૂત દાવેદાર હોવાની ધારણાને ફગાવી દીધી છે. હાલમાં જ ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ ૩૧૪ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ખેલાડી બનેલો ૪૦ વર્ષનો સિંકદર રઝા આ સિરીઝ જીતવા માટે બન્ને ટીમ એક જ લેવલ પર છે એવું માને છે. T20 રૅન્કિંગમાં બારમો ક્રમ ધરાવતી ટીમ ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા નંબર-ટૂ ટીમ ભારત સામેની સિરીઝ પહેલાં કહે છે, ‘જ્યાં સુધી જીત કે હારનો સવાલ છે, આ સિરીઝમાં બન્ને દેશો પાસે સમાન તકો હશે. એક વાતનો મને ખૂબ વિશ્વાસ છે કે ઝિમ્બાબ્વે ખૂબ જ સારું અને ખૂબ જ મનોરંજક ક્રિકેટ રમી રહ્યું હોવાથી હું ચોક્કસપણે કહી શકું છું કે આ સિરીઝ ખૂબ જ મનોરંજક રહેશે. હા, ભારત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને અમુક અંશે તમે ઝિમ્બાબ્વેમાં પણ કેટલાંક પરિવર્તન જોશો. હું આને એકતરફી સિરીઝ તરીકે જોતો નથી. મને લાગે છે કે વૈભવની આસપાસ ઘણા સારા સિનિયર ક્રિકેટરો છે. જો તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો હું માનું છું કે વૈભવ સૂર્યવંશી તેની પેઢીનો શ્રેષ્ઠ ક્રિકેટર બનશે.’