ઝહીર ખાન લંકન પ્રીમિયર લીગની જાફના કિંગ્સ ટીમનો સહમાલિક બન્યો

06 August, 2026 01:17 PM IST  |  Sri Jayawardenepura Kotte | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય પેસર ઝહીર ખાન લંકન પ્રીમિયર લીગની જાફના કિંગ્સ ટીમનો સહમાલિક બન્યો છે. માલિકીમાં ફેરફાર બાદ ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.

ઝહીર ખાન

ભૂતપૂર્વ પેસબોલર ઝહીર ખાન લંકન પ્રીમિયર લીગમાં ચાર-ચાર વખત ચૅમ્પિયન બનનાર જાફના કિંગ્સ ટીમનો સહમાલિક બની ગયો છે. હાલ ચાલી રહેલી આ લીગમાં જાફની ટીમ ૮ મૅચમાં ૧૧ પૉઇન્ટ સાથે ટેબલમાં ટોચના સ્થાને છે. ટીમના સહમાલિકોમાંથી એક, ભારતના ભૂતપૂર્વ અન્ડર-19 ક્રિકેટર મનજોત કાલરાની ગયા અઠવાડિયે શ્રીલંકા સ્પોર્ટ્‍સ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા મૅચ-ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ માલિકીમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

zaheer khan sri lanka cricket news sports news sports